ગાંદીનગર: 1 મે ગુજરાતના સ્થાપના દિન પર ગૃહ વિભાગ મોટો નિર્ણય કરી શકે છે. ગાંધીનગરમાં (Gandhinagar) અન્ય મેગાસિટીની માફક પોલીસ માળખુ ગોઠવાઈ શકે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ કમિશનર બનાવવા માટે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. હાલના (ઈન્સ્પેક્ટર જનરલ)ને સ્થાને ગાંધીનગરમાં પોલીસ કમિશનરના હોદ્દાની જાહેરાત થઇ શકે છે.
અમદાવાદ અને ગાંધીનગર જોડિયાં નગર બની ગયાં છે. રાજ્યના પાટનગર ગાંધીનગરને હવે પોલીસ કમિશનરેટ વિસ્તાર બનાવવાની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવી છે. ઝોન દીઠ DCP અને ACPના પદની જવાબદારીઓ સોંપાઈ શકે છે.
ગાંધીનગર પોલીસ કમિશનર વિસ્તારનો નકશો બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારો ગાંધીનગર પોલીસને સોંપાઈ શકે છે. અમદાવાદ શહેરનું સોલા, સાબરમતી, ચાંદખેડા પોલીસ ગાંધીનગર અંતર્ગત આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર પોલીસની હદમાં હતું તે અમદાવાદ કમિશનરેટને સોંપાયા પછી કરી ગાંધીનગર પોલીસની હદમાં જનાર છે. આ જ રીતે રીંગ રોડ આસપાસના સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના વિસ્તારો પણ ગાંધીનગર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં જશે..
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર