Home /News /gujarat /ગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, 'પત્ની સાથેના અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો'

ગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક, સુસાઇડ નોટમાં લખ્યુ, 'પત્ની સાથેના અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો'

મૃતકની ફાઇલ તસવીર

Gujarat News: 'મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે'

અક્ષય જોષી, સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં (Gandhinagar IB) ફરજ બજાવતા પોલીસ જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે કથિત રીતે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા (Suicide) કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમજ મૃતક પોલીસ કર્મચારી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ બનાવ 9 જાન્યુઆરીના રોજ બન્યો હતો. જેમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. આ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેમણે પોતે આત્મહત્યા કરવાના કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મૃતકની સ્યુસાઇડ નોટ નીચે પ્રમાણે છે.

જય માતાજી,

પ્રતિશ્રી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી,

હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો.

હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું.

Parmar D.N



આ પણ વાંચો - ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી, લખ્યું- પત્નીને ઘણો પ્રેમ કરું છું પણ...

પોતાના ઘરે જ ફાંસો ખાધો હતો

નોંધનીય છે કે, દિપકસિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. જે બાદ દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આ પણ વાંચો - New York Historical Suicide: 86મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ, તો પણ મરી નહીં! દુનિયાની સૌથી ચર્ચિત આત્મહત્યા

'તપાસમાં સત્ય જણાશે તો આરોપીઓ સામે ગુનો દાખલ કરાશે'

આ બનાવ અંગે મૂળીના પીએસઆઈ, એસ.એસ.વરુના જણાવ્યા પ્રમાણે, આ બનાવમાં પહેલા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકની સુસાઇડ નોટ રજૂ કરવામાં આવી છે. સુસાઇડ નોટમાં લખેલી વિગતોને આધારે હાલ તપાસ ચાલુ છે. નિવેદનો અને સુસાઇડ નોટમાં કેટલીક વિસંગતતા છે. છતાં, આ સુસાઇડ નોટ મૃતકે જ લખી છે કે નહિ તથા એમાં જે નામો લખ્યાં છે તેમની શું ભૂમિકા છે એની તપાસ ચાલુ છે. તપાસમાં સત્ય જણાશે તો આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે.
First published:

Tags: Social media, Suicide-note, આત્મહત્યા, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन