ભવ્ય વિજય છતાં ભાજપ લઘુમતિ સમાજ માટેની સંકુચિત માનસિકતામાંથી બહાર નથી નીકળી શકતુ: ગ્યાસુદ્દીન શેખ

ભવ્ય વિજય છતાં ભાજપ લઘુમતિ સમાજ માટેની સંકુચિત માનસિકતામાંથી બહાર નથી નીકળી શકતુ: ગ્યાસુદ્દીન શેખ
ગ્યાસુદ્દીન શેખની ફાઇલ તસવીર

ગ્યાસુદ્દીન શેખનું કહેવું હતું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો છે. ત્યારે કોઈ સમાજ માટે સંકુચિતા ન દાખવાય.

  • Share this:
ગુજરાત વિધાનસભાના બજેટનું સત્ર 1 માર્ચેથી પ્રારંભ થઇ ગયું છે. આજે વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા 9મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટ રજૂ કરતા પહેલા વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.

વિધાનસભાની પ્રશ્નોતરીમાં પ્રશ્ન નંબર 3એ ભાજપના સાબરમતીના ધારાસભ્ય દ્વારા અરવિંદ પટેલ દ્વારા અમદાવાદ શહેરમાં ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળ નોંધાયેલા ગુના અંગે પ્રશ્નો પૂછતાં ગૃહ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, આ કાયદો આવશે તો લઘુમતી મતોનું શુ થશે તે મામલે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.Gujarat Budget: ગોધરા-મોરબીમાં બનશે મેડિકલ કોલેજ, 20 સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે

ત્યારે ગ્યાસુદ્દીન શખે ગૃહ મંત્રીને લઘુમતી સમાજ માટે સંકુચિત માનસિકતા ધરાવતા કહ્યા હતા. ગ્યાસુદ્દીન શેખનું કહેવું હતું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો છે. ત્યારે કોઈ સમાજ માટે સંકુચિતા ન દાખવાય.કાયદો દરેક સમાજ માટે સમાન હોય છે.શિક્ષણ સાથે જોડાયેલા તમામને જાણવી જોઇએ Gujarat Budgetની આ 15 મહત્ત્વની જાહેરાતો

તો સાથે જ  ગ્યાસુદ્દીન શેખ ગૃહ મંત્રીને  સવાલ પણ કર્યો કે, ડ્રગ્સ માફિયાને ગુજસીટોકમાં સમાવવા માંગો છો કે નહીં. સમાજ વચ્ચે ભેદ ના વધે તે ધ્યાન રાખવું જોઈએ ત્યારે ગૃહ મંત્રી પ્રદીપસિંહે જવાબ આપતા જણાવ્યું કે,  ભેદ તમે રાખો છો એટલે ભુતકાળમાં 3 વખત આ કાયદો રદ કર્યે હતો મારા વિસ્તારમાં 45 હજાર મત છે. લઘુમતીના અને મને મળે છે. એંડીપીએસ માટે અલગ કાયદો છે અને એજન્સીઓ કામ કરે છે.
Published by:Kaushal Pancholi
First published:March 03, 2021, 15:33 pm

ટૉપ ન્યૂઝ