Home /News /gujarat /સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ઇવીએમમાં ગરબડીનો તો ક્યાંક બોગસ વોટિંગનો આરોપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ઇવીએમમાં ગરબડીનો તો ક્યાંક બોગસ વોટિંગનો આરોપ

પાર્ટીના કાર્યકર્તાઓ આસને સામને આવી ગયા હતા.

કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશીઓ ઉછળી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

    ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation) અને થરા, ઓખા, ભાણવડ નગરપાલિકાઓની સામાન્ય ઉપરાંત 29 પાલિકા, 42 પંચાયતોમાં પેટાચૂંટણીની 96 બેઠકો સહિત કુલ 228 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યુ છે. ત્યારે આ ચૂંટણીમાં કેટલીક જગ્યાએ હોબાળો થવાની ઘટનાઓ સામે આવી છે. ગાંધીનગરમાં મતદાન દરમિયાન સેક્ટર 22માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ એક બીજા પર પ્રચારના આરોપ લગાવ્યા છે. તો ભાટ ગામમાં બોગસ વોટિંગ થતુ હોવાનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. ત્યારે, સેક્ટર નંબર 6માં કેટલાક અજાણ્યા શખ્સોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલા કર્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશીઓ ઉછળી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. સાથે ભાણવડમાં બોગસ વોટિંગનો પણ આરોપ લાગી રહ્યો છે.

    વોર્ડ નંબર 10માં આપના કાર્યકરો પર હુમલો

    ગાંધીનગરમાં વોર્ડ 10માં આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.



    આપના 50 કાર્યકર્તાઓની ધરપકડ

    આ ઉપરાંત સેક્ટર-15માં વોર્ડ-6માં આપના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવતા, પોલીસે 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો હતો.



    ભાજપ પર લગાવ્યા બોગસ વોટિંગના આરોપ

    ગાંધીનગર વોર્ડ નંબર 22 અને 11માં આપ પાર્ટીએ ભાજપ પર બોગસ વોટીંગનો આરોપ લગાવ્યો છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા. આપે આરોપ લગાવ્યો હતો કે, સત્તાધારી પાર્ટી ભાજપ હારતી હોવાથી આ બધું કરી રહી છે. પરંતુ હજી સુધી આ અંગે કોઇએ ફરિયાદ નોંધાવી નથી. આમ આદમી પાર્ટીના તંબુઓ તોડી નાંખવામાં આવ્યા છે.



    ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરીને આવ્યા હતા

    સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. નોંધનીય છે કે, આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 bjp, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
    " isDesktop="true" id="1138687" >



    ભાણવડમાં ઇવીએમ મશીનમાં ગરબડીનો આરોપ

    ભાણવડ નગર પાલિકાના વોર્ડ નં. 1માં EVM મશીનમાં ગરબડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નયના બેન ભરતભાઈ ચૌહાણ દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પણ પહોંચ્યા હતા. મહિલા ઉમેદવાર ધરણા પર બેઠા હતા. EVMમાં ગરબડીના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારે ધરણા ચાલુ કર્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Municipal Election 2021, ગાંધીનગર, ગુજરાત, ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन