Home /News /gujarat /

ગાંધીનગર: ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી અને માલિકની ખૂલી ગઇ પોલ

ગાંધીનગર: ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગી અને માલિકની ખૂલી ગઇ પોલ

પ્રતીકાત્મક તસવીર

જે બાદ પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જ્યાં દીનેશ જવાનજી ઠાકોર પોલીસને મળી આવ્યો હતો.

    તમે નશામાં ઝૂમતા લોકો જોયા હશે પરંતુ શું નશામાં ઝૂમતી ભેંસો કોઇ દિવસ જોઇ છે? ગાંધીનગરનાં ચીલોડામાં ભેંસો દારૂનાં નશામાં ચૂર હોવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભેંસનાં નશામાં હોવાની ખબર સામે આવતા પોલીસે માલિક સામે ગુનો નોંધ્યો છે અને તેની પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે.

    માલિકની પોલ ખૂલી

    ભેંસોએ હવાડામાં પાણી પીધા પછી લથડિયાં ખાવાને પગલે ગમાણના માલિકે પાણીના હવાડામાં સંતાડેલી દારૂની બોટલનું પગેરું મળ્યું હતું. પોલીસે ગમાણની સઘન તપાસ કરતાં હવાડામાં અને ઘાસચારાની નીચે છૂપાવેલી દારૂની 101 બોટલ જપ્ત કરી હતી. આ ગમાણના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    રસીકરણ બંધ: ગુજરાતમાં આજે અને આવતીકાલે Corona vaccination રહેશે બંધ

    બાતમીના આધારે દરોડા પાડ્યા

    આ અંગે પોલીસને બાતમી મળી હતી. બાતમી પ્રમાણે, ચિલોડા પંચવટી વાસમાં રહેતો દીનેશ જવાનજી ઠાકોર તેના ઘરે ભેંસો બાંધવાના ઢાળીયામાં દારૂ - બિયરનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે. જે બાદ પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જ્યાં દીનેશ જવાનજી ઠાકોર પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ગમાણમાં તપાસ કરતાં સુકા ઘાસની નીચે દારૂ અને બિયરની અલગ અલગ 101 બોટલ મળી આવી હતી.

    બહુચરાજી મંદિરનો પર્યાવરણ બચાવવાનો નવતર પ્રયોગ, ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી બનાવાઇ રહ્યું છે જૈવિક ખાતર

     35 હજારથી વધુનો મુદ્દામાલ

    દારૂ સંદર્ભે પુછપરછ કરતાં તેના ભાઈ અંબારામ જવાનજી ઠાકોર ચિલોડા ખાતે રહેતા રવીજી ઉર્ફે પપ્પુ પોપટજી ઠાકોર પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ તો 35 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે શખ્સો સામે પણ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.

    Top Sarkari Naukri 2021: ધોરણ 8,10, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે છે નોકરીઓની બંપર ઓફર, જુઓ વિગતો

    દારૂની થોડી બોટલો તૂટી ગઇ હતી

    નોંધનીય છે કે, દારૂની કેટલીક બોટલો તૂટી ગઇ હતી જેના કારણે દારૂ ભેંસના પીવાનાં પાણીમાં જતું રહ્યું હતું. ભેંસોએ આ પાણી પી લીધું જેના કારણે તે બેકાબૂ બની ગઇ હતી.

    પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ આ ગમાણના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે..
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Buffalo, ગાંધીનગર, ગુજરાત, દારૂ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन