ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું કર્યું રજૂ, કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું કર્યું રજૂ, કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો
ફાઇલ તસવીર

રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે.

  • Share this:
રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસનાં (corona virus) આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે. સોગંદનામાનાં મહત્ત્વનાં મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

- રાજ્ય સરકારે કોરોનામાં ઉભી થયેલી સ્થિતિને પહોંચીવળવા સક્ષમ હોવાનો દાવો


- રાજ્યમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતને પહોંચી વળવા સરકાર સક્ષમ
- રાજ્યમાં જિલ્લા સ્તરે RTPCR ટેસ્ટિંગ માટે માળખું ઉભું કરવા સરકાર કામ કરતી હોવાનો ઉલ્લેખ
- રાજ્યમા RTPCR ટેસ્ટ માટે  98 કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત જેમાંથી 27 સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરી
- અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરી
- વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં પણ આ વ્યવસ્થા કરી ઉભી કરી રહ્યા છે
- ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ વ્યવસ્થામાં દરરોજ 2થી 3 હજાર ટેસ્ટ કરતા હોવાનો ઉલ્લેખ
- 79444 કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં બેડ અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ

આ પણ વાંચો - મહેસાણા: નોકરી માટે જાપાન ગયેલા બે દીકરીઓના પિતા સાત મહિનાથી છે હૉસ્પિટલમાં, પરત લાવવા પરિવારની ગુહાર

- રાજ્યમાં કોરોનામાં દર્દીઓને યોગ્ય સુવિધાઓ આપવા રાજ્ય સરકારે IAS અધિકારીઓને જવાબદારી સોંપી
- આગામી દિવસોમાં GMDCમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર સેન્ટર કેન્દ્ર સરકાર તેમજ  DRDOની સહયોગથી કરાશે
- અમદાવાદની સમરસ હોસ્પિટલમાં 500 તેમજ નિકોલ 120 બેડની હોસ્પિટલ કરશે ઉભી
- 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં કરાશે વ્યવસ્થા
- રાજ્ય સરકાર ડેશ બોર્ડ ઉભું કર્યું છે, જેમાં રોજના કોરોના કેસો મૃત્યુઆંક રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરતા હોવાનો ઉલ્લેખ

આ પણ વાંચો - અમદાવાદ: RT PCR નેગેટિવ આવ્યાં બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજન ઓછું રહે તો શું કરશો? જાણો HRCT શું છેનોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં સોમવારે વિક્રમજનક 11,407 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,179 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 117 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.
Published by:Kaushal Pancholi
First published:April 20, 2021, 07:53 am

ટૉપ ન્યૂઝ