Home /News /gujarat /કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવો

કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવો

પ્રકીતાત્મક તસવીર

આ ઉપાયોથી આપણે કોરોના સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતામાં થોડો વધારો કરી શકીએ.

રાજ્યમાં (Gujarat) હાલ કોરોનાનો કહેર (Coronavirus) વ્યાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોરોનાના 10 હજારથી વધારે કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર આયુષ (Ayush mantralay) નિયામક દ્વારા કોવિડ-ની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ (Immunity booster) ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક (Ayurvedik) ઉપાયો સુચવ્યા છે. તે આજે આપણે જોઇશું. જેનાથી આપણે કોરોના સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતામાં થોડો વધારો કરી શકીએ.

 • દિવસભર ગરમ પાણી પીવું. કફ, શરદી, શ્વાસ અને કોવિડ સંબંધિત તકલીફ હોય તેમણે 1 ચમચી સૂંઠ, 2 લિટર પાણીમાં નાખીને 1 લિટર વધે ત્યાં સુધી ઉકાળવું. આ પ્રવાહી નવશેકું ગરમ દિવસભર લેવું વધુ હિતાવહ છે.

 • રસોઈમાં હળદર, જીરું, ધાણાં અને લસણનો ઉપયોગ કરવો. બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો.

 • ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો- ગરમ ખોરાક લેવો જોઇએ. બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ પીવી.

 • શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળું, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવાં. ફળમાં પાકું પપૈયુ, દાડમ, પાકી કેરી, મોસંબી આમળા જેવા સુપાચ્ય ફળ લેવા જોઇએ.

 • સૂર્યોદય પહેલા જાગી જવું, નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. જમીને ડાબા પડખે 30 મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો.

 • ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે, સૂક્ષ્મ વ્યાયામ કરવો. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) કરવો.

 • હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને મુનક્કા અથવા કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પીવો. ગોળ અને તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય. દિવસમાં એક કે બે વાર ગરમ ઉકાળો લેવો.

 • ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર 150 મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, ફૂદીનો નાખી નાસ લેવો. ગરમ

 • પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા.

 • સૂર્યના કુણા તડકાનું સેવન કરવું. ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો.

 • નસ્ય-બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘીના એક બે ટીપાં નાખવા.

 • ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફીજનું ઠંડુ પાણી પીવુ નહી. વધુ ઠંડા પીણાં ન લેવાં. કફ વધારે તેવો શેરડીનો રસ, લસ્સી ન લેવાં. ફ્રીજનું ઠંડુ દૂધ, ઠંડી છાસ ન લેવી.

 • પચવામાં ભારે, તળેલા, મીઠાઇ, શ્રીખંડ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. લાંબા સમય સુધી ભુખ્યાં રહેવું નહીં. તેમજ ભૂખ કરતાં વધારે પ્રમાણમા જમવું નહીં.
 • પચવામાં ભારે તથા ચિકણાં શાકભાજી તથા વાયુ કરે તેવા શાક ના લેવા જેમ કે, ભીંડા, ગવાર વગેરે વધુ ન લેવાં. પચવામાં ભારે તથા ચિકણાં ફળો જેમ કે, કેળા, જામફળ, સીતાફળ વિગેરે ન ખાવાં.

 • રાત્રે ઉજાગરા કરવાં નહી. દિવસે જમીને તરત વધુ ઉંઘવુ નહીં. વધુ પરિશ્રમ અને વ્યાયામ કરવો નહીં.

First published:

Tags: Ayurvedic, Ayush mantralaya, Coronavirus, Immunity booster, ગાંધીનગર, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો