Home /News /gujarat /બાપુની થશે કૉંગ્રેસમાં વાપસી? શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે થઇ બેઠક
બાપુની થશે કૉંગ્રેસમાં વાપસી? શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે થઇ બેઠક
બાપુની ફાઇલ તસવીર
શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બાપુ કૉંગ્રેસમાં જોડાવવા તત્પર છે તે અંગેની અટકળો તેજ બની છે.
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભા () પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી (Gujarat legislative Assembly Election) માટે રણનીતિ તૈયાર થઇ રહી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની (Shankarsinh Vaghela) કૉંગ્રેસમાં (Congress) ફરીથી ઘરવાપસી થવાના ભણકારા વાગી રહ્યાં છે. બાપુ કૉંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યાં છે. જોકે, બાપુ કૉંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગેનો આખરી નિર્ણય તો દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ (Delhi high command) જ કરશે.
બાપુ કૉંગ્રેસનીમ જોડાવવા તત્પર
બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેના ભણકારા વાગી રહ્યાં છે. બુધવારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બાપુ કૉંગ્રેસમાં જોડાવવા તત્પર છે તે અંગેની અટકળો તેજ બની છે. આ પહેલા પણ બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી હતી. બાપુ ભરતસિંહનાં પિતા માધવસિંહને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. જે બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચૂકી છે.
રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે આ સાથે અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે. ત્યારે બાપુને આમાંથી એકાદ રોલ મળી શકે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. બાપુને કૉંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કૉંગ્રેસનું એક મોટું જુથ સક્રિય છે. જોકે, આ અંગેનો નિર્ણય દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ જ કરશે. જોકે, ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, કૉંગ્રેસને તોડનારા શંકરસિંહ બાપુને ફરીથી હાઇકમાન્ડ પાર્ટીમાં સ્થાન નહીં આપે.
નોંધનીય છે કે, આરએસએસમાંથી આવેલા અને ભાજપ તથા કૉંગ્રેસનાં નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાએ પહેલા બળવો કરીને ભાજપ છોડ્યું હતુ. બાપુએ ત્યારબાદ પોતાનો પક્ષ રાજપા બનાવ્યો હતો. જોક, રાજપામાં કાંઇ વધારે તક ન મળતા બાપુ 1999માં કૉંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ તેમણે શક્તિદળ બનાવ્યુ હતુ. જે બાદ ફરીથી બાપુ કૉંગ્રેસની ટિકિટ પર લોકસભા બેઠક પર ચૂંટણી જીત્યા હતા.
" isDesktop="true" id="1105834" >
કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં 2012થી 2017 સુધી વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. જે બાદ રાજ્ય સભાની ચૂંટણી સમયે ભાજપના બળવંતસિંહને સમર્થન આપીને બાપુએ કૉંગ્રેસને તોડી હતી. ત્યારે હવે ફરીથી બાપુ કૉંગ્રેસમાં જોડાવવા માટે તત્પર બન્યાં છે.