Home /News /gujarat /

Gandhinagar: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાનું રાજીનામું

Gandhinagar: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાનું રાજીનામું

અસિત વોરાની ફાઇલ તસવીર

ગાંધીનગર (Gandhinagar)થી ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન પદેથી અસિત વોરા (Asit Vora)એ રાજીનામું આપી દીધુ છે.

    ગાંધીનગર (Gandhinagar)થી ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન પદેથી અસિત વોરા (Asit Vora)એ રાજીનામું આપી દીધુ છે. ગાંધીનગર બિનસચિવાયલની પરીક્ષા 13 તારીખે લેવામાં આવાની છે તે પહેલા જ અસિત વોરાનું રાજીનામું (Asit Vora resigns) લેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ગાંધીનગર બિનસચિવાયલ અને હેડ ક્લાર્કની પરીક્ષા (Head Clark paper ) તટસ્થ રીતે લેવાય તે માટે રાજય સરકારે અસિત વોરાનું રાજીનામું લઇ લીધુ છે.



    જમાવી દઇએ કે, રાજ્યના યુવાનો અને પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. આ મામલે સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ કહી દીધુ હતું. અગાઉ વારંવાર રાજ્યમાં સરકારી પરીક્ષાના પેપરો ફુટતા સરકારે પણ અસિત વોરા પાસે રાજીનામું માંગ્યુ છે તેવા પણ સમાચાર વહેત થયા હતા.



    આ પણ વાંચો- Ahmedabad Titans: અમદાવાદની IPL ટીમનું નામ સામે આવ્યું, આઈપીએલ રમનારી ગુજરાતી બીજી ટીમ બનશે



    ઉલ્લેખનિય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પેપરલીક કાંડ મામલે વિવાદોમાં ફસાતા રહ્યા છે. જેને લઇ સરકારીનો પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના લાખો ઉમેદવારોએ ટ્વીટર સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ અસિત વોરાના રાજીનામાની માગ કરી હતી. અસિત વોરાના રાજીનામાંની ખબર સામે આવતા સરકારી પરીક્ષાની તૈયારાઓ કરી રહેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસિત વોરાના રાજીનામાંથી સરકારી ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો છે.

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળતી અસિત વોરાની સાથી આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.

    હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું

    અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ અસિત વોરાનું રાજીનામું લેવા ઉગ્ર માંગ ઉઠી હતી. રાજ્યભરમાં વિપક્ષ પાર્ટીઓ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને સરકાર અસિત વોરાને છાવરી રહી હોવાના આક્ષેપો થયા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Asit Vora, Gandhinagar News, Paper leak

    આગામી સમાચાર