Home /News /gujarat /

ગાંધીનગરમાં એસીબીનો સપાટો, HPCLના સીનિ. કોમકો ઓફિસર 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરમાં એસીબીનો સપાટો, HPCLના સીનિ. કોમકો ઓફિસર 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર એસીબી

કર્મચારી ઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા નહી કરી નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલ હોય કર્મચારી દીઠ રૂ. 4500 થી રૂ.5000 લેખે લાંચ ની માંગણી કરી હતી. 

અમદાવાદ: ગાંધીનગરમાં એસીબીની (Gandhinagar ACB) ટીમે સપાટો બોલાવીને HPCL ના સીનિ. કોમકો ઓફિસરને 1.10 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે. સિનીયર કોમકો ઓફિસર (કંપની મેનેજમેન્ટ કંપની ઓપરેટેડ ઓફિસર) મુલચંદ ધોલપુરીયા કે જેઓ પેટ્રોલ પંપ પર સુપર વાઇઝર તરીકે નોકરી કરે છે  અને કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા કરીને નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલો હોય તો કર્મચારી દીઠ રૂ. 4500 થી રૂ.5000 લેખે લાંચની માંગણી કરી હતી.

ગાંધીનગર ખાતે આવેલ એચ.પી પેટ્રોલ પંપ પર સુપર વાઈઝર અને અન્ય 29 કર્મચારીઓ કામ કરે છે , જેમાં પાંચ મહિલા કર્મચારીઓ પણ નોકરી કરે છે. એ સી બી ના આરોપીએ ફરિયાદીને મહિલાઓને બાકાત રાખી બાકીના ૨૪ કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા નહી કરી નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલ હોય કર્મચારી દીઠ રૂ.4500 થી રૂ.5000 લેખે રાઉન્ડ ફીગર રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો - ભાવનગરની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઇ જતા, રાજ્યભરમાં ધો. 7ની પરીક્ષાના બે પેપર થયા રદ

આ લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય  એ.સી.બીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે પંચો સાથે રાખી લાંચના છટકાનું આજરોજ આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચના નાણાં રૂ. 1.10 લાખ સ્વિકારી લાંચના છટકામાં પકડાયેલ છે .

જોકે, મહત્વની બાબત તો એ છે કે, ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જાણે કે, કેટલાક લોકોએ ન સુધારવાની હાથ પકડી હોય એવું લાગી રહ્યું છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાય છે.
Published by:kiran mehta
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, લાંચ

આગામી સમાચાર