થરાદમાં લોકોની ગાંધીગીરી, ગટર ઉભરાતા જાતે જ શરૂ કરી સફાઈ

  • Share this:
    બનાસકાંઠાના થરાદમાં નગરપાલિકાના પ્રિ મોનસૂનની પોલ ખુલી ગઈ છે. હજુ આ ચોમાસામાં વરસાદ જોઈએ તેટલો વરસ્યો પણ નથી અને શહેરમાં ચોકઅપ થઈ ગયેલી ગટરોનું પાણી ઉભરાઈ લોકોના ઘરમાં ઘુસી રહ્યું છે. તંત્રના વાંકે ત્રાહીમામ પોકારી ગયેલા લોકોએ આખરે ગાંધીગીરી શરૂ કરી તંત્રના બહેરા કાન અને બંધ આંખો ઉગાડવાની કોશિસ કરી છે.

    મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં આવેલા થરાદના વોર્ડ નંબર 6ના કેટલાક રહીશો ગટર ઉભરાવવાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં છે્લા કેટલાક સમયથી ગટરનું ગંધાતુ પાણી ઉભરાઈને લોકોના ઘરમાં ઘુસી રહ્યું છે. દુર્ગંધથી પરેશાન લોકોએ નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલું ભરવામાં ન આવતા રહીશોએ ગાંધીગીરી શરૂ કરી પોતાની સમસ્યા પોતે જ દુર કરવાની કોસિસ શરૂ કરી છે.

    થરાદ વોર્ડ નંબર 6ના રહિશોએ કચરાથી ભરાઈ ગયેલી ગટરોને જાતે સાફ કરવાનો નિર્ણય કર્યો. રહિસોએ એક ટુકડી બનાવી કચરાથી ભરાઈ ગયેલી ગટરોની સફાઈ કરી ગાંધી માર્ગે તંત્રના બહેરા કાન અને બંધ આંખો ઉઘાડવાની કોશીસ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રી મોનસૂન પ્લાન અંતર્ગત ગટરોની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક આળસુ સત્તાધિશો દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી બતાવી દેવામાં આવતી હોય છે. જે કામ તંત્રએ કરવાનું હોય તે કામ રહિશોએ જાતે કરવાનો વારો આવ્યો છે.
    Published by:kiran mehta
    First published: