પીએમ મોદીના મિત્રોએ કહ્યું, 'નાનપણમાં તળાવમાં તરતા, પોતાના કપડાં જાતે ધોતા'

News18 Gujarati
Updated: April 24, 2019, 4:39 PM IST
પીએમ મોદીના મિત્રોએ કહ્યું, 'નાનપણમાં તળાવમાં તરતા, પોતાના કપડાં જાતે ધોતા'
વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેથી પીએમ મોદીના મિત્રોએ તેમની બાળપણની યાદો તોજી કરી હતી

અક્ષય કુમાર સાથેની એક ખાસ વાતચીતમાં પીએમ મોદીએ યાદ કર્યા વડનગરના નાનપણના દિવસો. ન્યૂઝ 18 વડનગરના શર્મિષ્ઠા તળાવથી પીએમ મોદીના મિત્રો સાથે કરી વાતચીત

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આજે સવારે વડાપ્રધાન મોદીનો અક્ષય કુમાર સાથેનો એક ખાસ વાર્તાલાપ પ્રસારિત થયો હતો. આ વાર્તાલાપમાં પીએમ મોદીએ પોતાના શોખ વર્ણવતા વતન વડનગરને યાદ કર્યુ હતુ અને કહ્યું હતું કે તેમને નાનપણમાં સ્વિમિંગનો ખૂબ શોખ હતો અને તેના કારણે તેમનો ઘણો સ્ટ્રેસ રિલિઝ થઈ જતો હતો. ન્યૂઝ 18એ વડનગરના એ શર્મિષ્ઠા તળાની મુલાકાત લીધી હતી જ્યાં પીએમ મોદી નાનપણથી સ્વિમિંગ કરતા હતા. આ તળાવમાં જ તેઓ તરતા શીખ્યા હતા. વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેથી પીએમ મોદીને નાનપણથી જાણતા કેટલાક મિત્રો તેમના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

પીએમ મોદીને નાનપણથી ઓળખતા મિત્ર પરમેશ્વર બારોટે જણાવ્યું, “આ તળાવ સાથે નરેન્દ્ર ભાઈને ખૂબ લગાવ હતો. અમે બાળપણમાં તેમની સાથે સંઘની શાખામાં જતા હતા, અમે મિત્ર તરીકે તળાવ પાસે આવતા હતા. આ તળાવમાં નરેન્દ્ર ભાઈ ન્હાવા આવતા હતા. તે આ તળાવ કાંઠે નાહી અને પોતાના કપડા જાતે જ ધોઈને જતા હતા. અહીંયા એક રાજસ્થાન માણસ હતા લક્ષ્મણભાઈ સિંગ ચણા વાળા તેમને ત્યાં સિંગ ચણા પણ ખાતા હતા અને ત્યાં વિજય ટોકીઝ હતી જેનો તેમણે આજની વાતચીતમાં ઉલ્લેખ કર્યો હતો”

આ પણ વાંચો : Exclusive: ...જ્યારે હિરાબાએ કહ્યું હતું કે 'નરેન્દ્ર, કોઈ લાંચ આપે તો પણ લેતો નહીં'

પરમેશ્વર બારોટે વધુમાં જણાવ્યું “તેમને નાનપણમાં તળાવમાં નહાવા ઉપરાંત તરવાનો પણ ખૂબ શોખ હતો. તળાવમાં આવેલી માતાજીની ડેરી સુધી તેઓ તરતા જતા હતા.નાનપણથી જ તેમનામાં જીવ દયા ખૂબ હતી તેમને આ દેશ માટે મરી મીટવાનો શોખ હતો. પૂત્રના લક્ષ્ણો પારણામાં એવું કહેવાય છે અને અમને ખબર હતી કે અમને ખબર હતી કે નરેન્દ્ર મોદી એક દિવસ કઈક બનીને બતાવશે” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ અક્ષય કુમાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાનપણમાં તેઓ મિત્રના પિતાના કારણે ફ્રીમાં ફિલ્મ જોવા જઈ શકતા હતા.
First published: April 24, 2019, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading