પશુઓ માટે 1962 નંબર સંકટમોચક બનશે, મફત ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે


Updated: June 22, 2020, 11:24 PM IST
પશુઓ માટે 1962 નંબર સંકટમોચક બનશે, મફત ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે
પશુઓ માટે 1962 નંબર સંકટમોચક બનશે, મફત ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે

ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ સવારે 7 થી સાંજે 7 ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે

  • Share this:
ગાંધીનગર : રાજ્ય સરકારે 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડ આજથી કાર્યરત કરી છે.સમગ્ર રાજ્યમાં આવા 460 જેટલા મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરીને 4600થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળતી થવાની છે. ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ સવારે 7 થી સાંજે 7 ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે હરતા ફરતા દવાખાનાની 108 વાનને ફ્લેગ ઓફ કરી હતી. આ. હરતા ફરતા દવાખાના વાનમા એક વેટરનરી ડોકટર ઉપસ્થિત રહેશે. જેમાં એક વાહનો દસ ગામોને આવરી લેશે. પ્રથમ તબક્કામાં 108 વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે. આવનાર દિવસો માં વધુ વાહનો સાથે કુલ 460 વાહનો શરૂ કરવામાંઆવશે, જે 4600 ગામો ને આવરી લેશે.

આ પણ વાંચો - ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુકલાની નિમણુંક કરવામાં આવી

આ યોજના ને લઈ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત માં 3.5 કરોડ પશુઓ છે. ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં આ પગલું છે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેણે પશુઓના સ્વાસ્થ્ય માટે વાન શરૂ કરી રહ્યું છે. 108 ની જેમ 1962 ડાયલ કરવાથી પશુઓને શ્રેષ્ઠ સારવાર મળશે, જેના થકી શ્વેતક્રાંતિ તરફ આગળ વધીશુ. આ યોજનાની પાછળ 37 કરોડનો ખર્ચ થશે. 10 ટકા રકમ ઇવી એમ આર આઈને મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા ચુકવશે.

આ પ્રસંગે પશુપાલન મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે.આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે અને સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. ગુજરાત દેશભરમાં એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પશુઓ માટે ઓન કોલ સેવા 1962 નંબર પર ફોન કરવાથી તત્કાલ મળી રહે છે.
First published: June 22, 2020, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading