બનાસકાંઠાઃ રાતોરાત કરોડપતિ બનવા છાપી નકલી નોટ, ચારની ધરપકડ

News18 Gujarati
Updated: August 3, 2019, 6:26 PM IST
બનાસકાંઠાઃ રાતોરાત કરોડપતિ બનવા છાપી નકલી નોટ, ચારની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અગાઉ આ શખ્સો એ સ્ક્રીન પ્રિન્ટિંગના આધારે નોટ છાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા ન મળતા તેઓએ કલર પ્રિન્ટિંગ મશીન વડે નોટો છાપવાનું શરૂ કર્યું

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા, બનાસકાંઠામાં એલ સી બી પોલીસે નકલી નોટ બનાવવાની દેશ વિરોધી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે, 54 હજારની નકલી નોટો,કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે નકલી નોટ બનાવવાના દેશ વિરોધી પ્રવૃત્તિનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી છે. બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ધાનેરામાં રહેતા જીગ્નેશ કાંતિભાઈ ઠક્કરના યુવક પર શક જતા તેની તલાસી લીધી હતી જેમાં તેની પાસેથી ૨૦૦ રૂપિયાના દરની 16 નકલી નોટો ઝડપાઈ જતા પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ હાથ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ હનીમૂનથી પરત આવીને TMC સાંસદ નુસરત જહાં કરી રહી છે ત્રીજની તૈયારીઓ

જીગ્નેશ યુસુફ અમ્પાનવાલાના સંપર્કમાં આવ્યો હતો અને યુસુફનો પુત્ર બુરહાનુદીન મહારાષ્ટ્રના પુનામાં પોતાના રહેણાંક મકાનમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટિંગ મશીન વડે નકલી નોટ છાપતો હતો. જોકે બાદમાં જીગ્નેશ કાંતિલાલ ઠક્કરે યુસુફભાઈના સંપર્કમાં આવતા તેના પુત્ર પાસેથી નકલી નોટ બનાવવાનું શીખ્યો હતો અને તેની પાસેથી કોમ્પ્યુટર અને પ્રિન્ટિંગ મશીન લાવ્યો હતો. ધાનેરામાં પણ નકલી નોટ બનાવવાની રાતોરાત કરોડ પતી બનવાની ફિરાકમાં હતો પરંતુ તે નોટ છાપી બહારમાં ચલણમાં મૂકે તે પહેલાં જ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને પોલીસે સમગ્ર નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે.

આ અગાઉ આ શખ્સો એ સ્ક્રીન પ્રિન્ટિંગના આધારે નોટ છાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા ન મળતા તેઓએ કલર પ્રિન્ટિંગ મશીન વડે નોટો છાપવાનું શરૂ કર્યું હતું, ઝડપાયેલા આરોપીઓ મૂળ ધાનેરાના વતની છે અને હાલ પુનામાં રહેતા હતા, જ્યાં નોટો બનાવવાનું ષડયંત્ર રચી ધાનેરા જેવા ગ્રામીણ વિસ્તારમાં લોકોને આસાનીથી નોટો પધરાવી શકાય તે માટે ધાનેરામાં નોટો છાપવાનું શરૂ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જો કે હાલમાં તમામ આરોપીઓની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: August 3, 2019
વધુ વાંચો
अगली ख़बर