પેન્શન, મફત મેડીકલ સેવા જેવી માંગણીઓને લઈને પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે

News18 Gujarati
Updated: January 24, 2020, 4:32 PM IST
પેન્શન, મફત મેડીકલ સેવા જેવી માંગણીઓને લઈને પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે
પેન્શન, મફત મેડીકલ સેવા જેવી માંગણીઓને લઈને પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે

આગામી 27 જાન્યુઆરીએ તમામ પૂર્વ ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા

  • Share this:
ગાંધીનગર : પેન્શન , મફત મેડીકલ સેવા અને મફત મુસાફરી જેવી માંગણીઓને લઇને સત્યાગ્રહ છાવણી ખાતે પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે. ગુજરાત રાજ્યમાં અંદાજે 300થી વધુ પૂર્વ ધારાસભ્ય છે જેમાંથી 100 જેટલા ધારાસભ્યો ગરીબથી અતિ ગરીબની કક્ષામાં આવે છે. આ ધારાસભ્યોને પેન્શન, મફત મેડીકલ સેવા તેમજ મફત મુસાફરીને લઈને પૂર્વ ધારાસભ્યો દ્વારા વારંવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. પરંતુ પૂર્વ ધારાસભ્યોની સતત આટલી રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય રહ્યું છે.

પૂર્વ ધારાસભ્યોની સતત અવગણના થઈ રહી રહી હોવાનું પૂર્વ ધારાસભ્ય નું માનવું છે અને એટલે જ આ તમામથી કંટાળીને તેઓ આગામી 27મી તારીખે ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશે. રાજ્યભરમાંથી પૂર્વ ધારાસભ્યો ગાંધીનગર આવી પહોંચશે અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરશે.

આ પણ વાંચો - ખોટા પ્રમાણપત્રોથી IAS બની બેઠેલા અધિકારીઓ સામે આદિવાસીઓએ બાંયો ચડાવી

આજે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેને સંબોધન કરતા પૂર્વ નાણામંત્રી અને પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ એમ.એલ.એ કાઉન્સિલના પ્રમુખ બાબુભાઈ શાહે જણાવ્યું હતું કે તેમનો વિરોધ રાજ્ય સરકાર સામેનો વિરોધ નથી પરંતુ પૂર્વ ધારાસભ્યોની વેદનાને વાચા છે તમામ ધારાસભ્યો માટે પેન્શનની રજૂઆત નથી પરંતુ જેઓ જરૂરિયાતમંદ છે તેવા ધારાસભ્યોને જ પેન્શન, મફત મેડિકલ સહાય અને મફત મુસાફરીની રજૂઆતો તેઓ કરી રહ્યા છે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા હતા. તેમણે જણાવ્યું હતું કે એવી ગેરસમજ કોઈ ન કરે કે તમામ પૂર્વ ધારાસભ્ય પેન્શન અથવા તો મફત સુવિધાઓ માંગી રહ્યા છે. અહીંયાં માત્રને માત્ર ગરીબ અને અતિ ગરીબ ધારાસભ્યોની વાત છે અને એવા જ ધારાસભ્યોની પડખે ઊભા રહીને અમે માત્ર ગરીબ ધારાસભ્યો માટે આ રજૂઆત કરી રહ્યા છીએ. આગામી 27 તારીખે જે ઉપવાસ કરવા તેઓ જઈ રહ્યા છે તે પણ ગરીબ અને અતિ ગરીબની કક્ષામાં આવતા ધારાસભ્યો માટે જ છે

જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ઘણું ભંડોળ છે. ઘણું બજેટ છે અને કુલ 300 પૂર્વ ધારાસભ્યોમાંથી માત્ર 100 જેટલા ધારાસભ્ય જ એવા છે જે ગરીબથી અતિ ગરીબ ની કક્ષામાં આવે છે અને એમને જો રાજ્ય સરકાર પેન્શન આપે અથવા તો મફત મુસાફરીની સુવિધા આપે તો તેમાં રાજ્ય સરકારના ભંડોળમાંથી કે તિજોરીમાંથી કંઇ ઓછું થઇ જવાનું નથી. આ રકમ ખૂબ મામૂલી છે.ઉલ્લેખનીય છે કે આગામી 27મી તારીખે ગુજરાતના તમામ ધારાસભ્યો ગાંધીનગર ખાતે આવી પહોંચશે. રાજ્ય સરકાર સામે પોતાની રજૂઆતને લઈને તેઓ પ્રતિક ધરણાં અને ઉપવાસ આંદોલન કરશે. ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ ઉપવાસ કરશે. જોકે આ ઉપવાસ માટેની મંજુરી મળી નથી કે ઉપવાસનાં સ્થળ માટે પણ રાજ્ય સરકાર તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर