મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાશે, સાબરકાંઠાની ચૂંટણીનું ગણિત

News18 Gujarati
Updated: March 23, 2019, 7:26 PM IST
મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાશે, સાબરકાંઠાની ચૂંટણીનું ગણિત

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપને વધુ એક સફળતા મળે તેવા સમાચાર મળી રહ્યા છે. ગત જુલાઈ 2018માં કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ ઓક્ટોબરમાં ભાજપથી પણ નારાજ રાજીનામું આપી દેનારા બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ છે. મહેન્દ્ર સિંહ વાઘેલાની નારાજગી દૂર કરવાની ભાજપ કોશિસ પણ કરી રહ્યું છે.

કોણ છે મહેન્દ્રસિંહ વાઘેલા ?

મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહના પુત્ર છે, તેઓ 2012માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. બાયડ વિધાનસભા પરથી જંગી મત સાથે જીત મેળવી હતી. ગત અષાઢી બીજે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં કેસરિયા કર્યા પરંતુ ભાજપમાં જોડાયાના ત્રણ મહિનામાં જ રાજીનામું આપી દીધું હતું. અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનો પત્ર જીતુ વાઘાણીને લખ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ Day 2: Box Office પર છવાઇ 'કેસરી', અક્કી તોડી શકે છે રણવીરનો રેકોર્ડ

ત્યારે હવે મહેન્દ્રસિંહ વાઘેલા જો ભાજપમાં જોડાય તો તેમને સાબરકાંઠામાંથી મેદાને ઉતારવાની ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે... જો મહેન્દ્રસિંહને સાબરકાંઠાની બેઠક પરથી ટિકીટ આપવામાં આવે તો વર્તમાન સાંસદ દીપસિંહ ચૌહાણની ટિકીટ કપાશે તે નક્કી છે... ત્યારે મહેન્દ્રસિંહને મેદાને ઉતારવાની વાત સામે આવતા જિલ્લાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.સાબરકાંઠા બેઠકના ગણિતની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી સાબરકાંઠા બેઠક ભાજપ હસ્તક છે. સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય-ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. અહીં 6 લાખ ક્ષત્રિય ઠાકોર સમાજના મતદાર છે તો SC-3.5લાખ, ST-1.5લાખ ,મુસ્લિમ-1.5 લાખ મતદાર છે. જોકે, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ જશે અને ભાજપ તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે, તેવી અટકળો તેજ બની છે.
First published: March 23, 2019, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading