આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજસ્થાનમાંથી (Rajasthan)ગુજરાતમાં (Gujarat)દારૂ (Alcohol)ઘુસાડવા માટે હવે બુટલેગરો (Bootlegger)નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. જેમાં ડીસા (Deesa)બસ ડેપોમાં બાડમેરથી ભુજ જતા એસટી પાર્સલમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ડીસા ઉત્તર પોલીસે વિદેશી દારૂના પાઉચ ભરેલા પાંચ પાર્સલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા રહે છે. જેમાં હવે બુટલેગરોએ એસટી બસના પાર્સલ મારફત દારૂ સપ્લાય કરવાનું ચાલુ કર્યું હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાડમેરના એક બુટલેગર દ્વારા એસટી પાર્સલ મારફત ભુજ ખાતે દારૂ મોકલવામાં આવ્યો હતો. જે અંગે માહિતી મળતા ડીસા ઉત્તર પોલીસે ડીસા ડેપોના પાર્સલ રૂમ માંથી વિદેશી દારૂ ભરેલ આ પાર્સલ ઝડપી પાડયા હતા.
પ્રાથમિક તપાસ કરતા બાડમેરથી ભુજ મોકલવા માટે બાડમેર હિંમતનગર બસમાં 5 પાર્સલ આવ્યા હતા. જે ડીસા ડેપોના પાર્સલ રૂમમાં ઉતારી બીજા દિવસે ભુજ ક્રોસિંગ આપવાના હતા. જોકે આ પાર્સલમાં વિદેશી દારૂ હોવાની શંકા જતા પોલીસે તપાસ કરતા પાંચેય પાર્સલમાં પુઠાના પાઉચમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. પોલીસે કુલ પાંચ પાર્સલ માંથી 240 નંગ જેટલા પાઉચ દારૂ ભરેલા જપ્ત કર્યા હતા. બાડમેરથી ગાયત્રી મેડિકલ ભુજના નામના પાર્સલની રસીદો પણ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ : મંદિરના ગેટ આગળ બહાર દારૂ પીવાની ના પાડતા યુવકની હત્યા, બે ઝડપાયા
સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ઉકેલી નાખ્યો છે. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ હત્યાની ઘટના બની હોવાનું ખુલ્યું. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓના નામ છે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણી. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો.સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનો આરોપીઓએ હત્યા કરી હતી. સન્ની શર્માએ દારૂ પીવાનીના પાડતા બોલાચાલી અને ગાળાગાળી થતા મુકેશ ગાયકવાડે છરીથી યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. બંને ઈસમો હત્યા કર્યા બાદ અમદાવાદમાં આવી ગયા હતા.