ગાંધીનગર : સાંતેજમાં નવી બનતી ફેકટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત

ગાંધીનગર : સાંતેજમાં નવી બનતી ફેકટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત
મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે

મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે

 • Share this:
  ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી  બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા. જે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા. મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે.

  આ દુર્ઘટનામાં અમદાવાદમાં રહેતા કાર્તિક બીસે ,મહેશ વશરામભાઈ ફુલેરા, ભાવુજી ઠાકોર, પંકજ હિંમતભાઈ વાલીયા અને ઝારખંડના બજરંગીરાય નારાયણરાયના મોત થયા છે.  આ પણ વાંચો - વડોદરા : SSG હૉસ્પિટલમાં આગને પગલે જીવ બચાવવા માટે કોરોના પોઝિટિવ દર્દીઓની ચોતરફ દોટ

  દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતથી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published:September 08, 2020, 23:31 pm

  ટૉપ ન્યૂઝ