પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'
પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'
અલ્પેશ ઠાકોર
હાલ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) સાત બેઠક ખાલી છે, જેમાંથી ચાર બેઠક પર 21મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. રાધનપુર બેઠક પર પેટા ચૂંટણી જાહેર ન થયા બાદ પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય ચૂંટણી (Elction Commission of India) પંચે ગુજરાતની ચાર વિધાનસભા (4 Assembly Election) બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઑક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠકોમાં રાધનપુર, મોરવા હડફ અને બાયડ વિધાનસભા બેઠકોની જાહેરાત ન થયા બાદ રાધનપૂરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor)પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશે કહ્યું હતું કે ચારેય બેઠકો પર ભાજપની જીત થશે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું, 'ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય અમે તૈયાર છીએ. ચૂંટણી પંચે 4 બેઠકોની જાહેરાત કરી છે, બાકીની પણ જાહેરાત થશે. પ્રજાનો પ્રેમ છે. પ્રજાનો વિશ્વાસ છે. પ્રજાની સાથે છીએ. આ પેટાચૂંટણી હોય કે આગામી પાર્ટી અને કાર્યકર્તાઓ તૈયાર છીએ. ચૂંટણી આવે એટલે જ નેતાઓ દેખાય, ચૂંટણી આવે તો જ નેતા કામે વળગે એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે સજ્જ છે. અહીંયા વ્યક્તિ નહીં પાર્ટી જીતે છે. કમળ ખીલવાનું છે. '
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી સાથે 370 છે. અમે રામ મંદિરનું નિર્માણ પણ થશે. અમારી પાસે નેતૃત્વ છે એટલે જીત અમારી થશે જ. આ ચૂંટણીમાં પાર્ટી જ્યારે કહેશે અને જ્યાં કહેશે ત્યાં પ્રચાર કરવા માટે જઈશું.
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે.
ધવલસિંહે કહ્યું ચૂંટણી મોડી થતાં તૈયારી કરવાનો સમય મળશે
ધવલસિંહે જણાવ્યું હતું કે 'કૉંગ્રેસ વારંવાર આક્ષેપ કરે છે કે ચૂંટણી પંચ સ્વતંત્રતાથી કામ નથી કરતી આજે સાબિત થઈ ગયું છે કે કૉંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે. ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી જાહેર કરે ત્યારે બાયડ, રાધનપુર, મોરવા હડફમાં પાર્ટીની જીત થશે. ચૂંટણી મોડી થતાં અમને તૈયારી કરવાનો સમય મળશે.'
જે ધારાસભ્યો સાંસદ બન્યા તે બેઠકો પર મતદાન
ગુજરાતમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.