આવતીકાલે (2 માર્ચ, બુધવાર)થી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (Budget Session of Gujarat Legislative Assembly)નો પ્રારંભ થશે. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ (Kanubhai Desai) દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે. જોકે એવી માહિતી પણ સામે આવી રહી છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમં રાખી આ બજેટ 2.35 લાખ કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. આવતીકાલે રાજયપાલ આચાર્ય દેવવ્રત (Gujarat governor acharya devvrat)ના સંબોધન સાથે વિધાનસભાના બજેટસત્રની શરૂઆત થશે. અને બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધન પછી 15 મિનિટના વિરામ બાદ સભાગૃહની બેઠક મળશે. અને બાદમાં લતા મંગેશનક અને વિધાનસભાના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. જેના પછી વિધેયકો રજૂ કરવામાં આવશે.
બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ સત્ર છે, તો નેતા વિપક્ષ બન્યા બાદ સુખરામ રાઠવા પહેલીવાર ગૃહમાં પહોંચશે.. pic.twitter.com/zHyqwIdJQQ
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું વર્ષ 2022-23નુ બજેટ સત્ર તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારનું બજેટ 2022 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિત આધુનિક ઉપકરણો માટે સબસિડીની જાહેરાત કરી હતી. માટે આ અઠવાડીયે ગુજરાત બજેટ રજૂ થશે ત્યારે ડ્રોન ટેકનોલોજીની ડિમાન્ડ દિન પ્રતિદીન વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેકનોલોજી પોલીસી જાહેર કરવા તૈયારીઓ આદરી છે. ખેતીવાડી સહિત અન્ય વિવિધ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત અન્ય નિયમો ઘડવામાં આવશે.
આ બજેટમાં રાજ્ય સરકાર કેટલાક મહત્તવના મુદ્દાઓ પર ભાર આપશે. જેમાં ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ત્યાં જ કોરોના મહામારી દરમિયાન ભાગીપડેલા ઉદ્યોગોને ફરીથી પાટા પર લાવવા માટે રાજ્ય સરકાર વિધાનસભા વેપારીઓ માટે પણ મોટી જાહેરાતો કરી શકે છે.