Home /News /gujarat /

સાબરકાંઠા: ગેરકાયદે હથિયારો પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, 3 કર્મી ઇજાગ્રસ્ત

સાબરકાંઠા: ગેરકાયદે હથિયારો પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, 3 કર્મી ઇજાગ્રસ્ત

Banaskantha News: હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે પહોંચ્યા છે.

Banaskantha News: હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે પહોંચ્યા છે.

    સાબરકાંઠા: પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની (Firing on police) ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામ ખાતે 3 પોલીસકર્મી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ગામમાં પોલીસને ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મળી હતી. ગૌરી ગામે દરોડા પાડવા ગયેલી પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે, પોશીનાના ગૌરી ગામમાં ગેરકાયદેસર દેશીબનાવટના હથિયારો સંતાડવામાં આવ્યા છે. જેથી બાતમીના આધારે પોલીસ કર્મીઓએ ત્યાં રેઇડ પાડી હતી. જે બાદ ત્યાંના લોકોએ ત્યાં જ સંતાડેલા દેશી બનાવટની બંદૂકોથી જ પોલીસ પર હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો: 30-40 બકરા સાથે પશુબલિ માટે પહોંચેલા લોકોનો પોલીસ અને જીવદયા પ્રેમીઓ પર પથ્થરમારો

    જેમાં પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે.


    સાબરકાંઠા, એસપી વાઘેલાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે, ગેરકાયદેસર હથિયાર અંગેની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસ કર્મીઓ ત્યાં રેઇડ કરવા ગયા હતા. જ્યાં પોલીસ કર્મીઓ પર છરાવાળી જે પિસ્તોલ આવે છે તેનાથી કર્મીઓ પર હુમલો થયો હતો. આ સાથે અન્ય લોકોનું ટોળું પણ ત્યાં આવી ગયુ હતું અને પથ્થરમારો કર્યો હતો. જેમાં પણ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Firing, ગુજરાત, બનાસકાંઠા

    આગામી સમાચાર