અરવલ્લી: મેઘરજ (meghraj) તાલુકામાં એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ (three kids dead body) મળી આવી હતી. તેમાં ઘટસ્ફોટ થયો છે કે, ઘરકંકાસમાં કંટાળેલા પિતાએ (father kills three kids) જ ત્રણેય બાળકોને મારી નાંખીને પછી ડેમમાં નાંખી દીધા હતા. જે બાદ પોલીસે પિતાને પૂછપરછ માટે બોલાવ્યા ત્યાપે તે વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતાની હાલત પણ હાલ ગંભીર છે. બાળકોની માતા એટલે પત્નીએ પતિ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. આ અંગે ઇસરી પોલીસે તપાસ હાથ ધરી છે.
બાળકોને મારી પિતાએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વૈડી ડેમમાંથી શનિવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યા બાળકોની લાશ મળી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ તેમજ મેઘરજ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકો કોના છે અને કોણે તેઓને અહી ફેંક્યા તે જાણવામાં પોલીસે તપાસ ચાલુ કરી હતી. આ સાથે નજીકના વૃક્ષ પરથી એક પુરુષની લટકતી લાશ મળી આવી હતી. આ મૃતક બાળકોમાં બે દીકરીઓ અને એક દીકરો છે.
આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘર કંકાસને કારણે કંટાળેલા પતિએ જ ત્રણેય બાળકોને મારી નાંખીને ડેમમાં ફેંકી દીધા હતા. જે બાદ પોલીસ આ અંગેની તપાસ કરતા પિતાને જ્યારે પૂછપરછમાં બોલાવવામાં આવયા ત્યારે તેણે પણ એક વૃક્ષ પર ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમાં પિતાને બચાવી લેવામાં આવ્યા છે. હાલ પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે.
પતિએ પત્નીને ડાકણનો વહેમ રાખીને ઢોર માર માર્યો હતો
નોંધનીય છે કે, આ પરિવાર મેઘરજના રમાડ ગામનો છે. અઠવાડિયા પહેલા પતિએ પત્નીને ડાકણનો વહેમ રાખીને ઢોર માર સાથે કુહાડી મારી હતી. જેથી હાલ પત્ની પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ બાદ પતિએ પોતાના જ ત્રણ બાળકોને ડેમમાં નાંખીને ભોગ લીધો છે. જેથી પત્નીએ પોતાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. આ કેસમાં ઇસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર