Home /News /gujarat /સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં એટલે ચૂંટણીઓ પહેલા આ કાયદાઓ પરત ખેંચ્યા: ઇસુદાન ગઢવી

સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં એટલે ચૂંટણીઓ પહેલા આ કાયદાઓ પરત ખેંચ્યા: ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવી

'ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે.'

ગાંધીનગર : એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ (farm Law) પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને (Farmers protest) ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. ત્યારે મોદી સરકારના આ મહત્ત્વના નિર્ણય બાદ વિપક્ષી નેતાઓએ પોતાના નિવેદનોની વણઝાર લગાવી દીધી છે. ત્યારે રાજ્યના વિપક્ષના નેતાઓએ પણ પોતાની વાત કહી છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે જણાવ્યુ કે, 'આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે.' આ સાથે આપના ઇસુદાન ગઢવીએ પણ કહ્યું કે, 'હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું. જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યાં.'

'હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે'

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતાં. હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે.'સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં'

ત્યારે બીજી તરફ આપના ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે સરકાર પર અનેક પ્રહોરો કરતા કહ્યુ કે, આજે ભાજપની કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા લેવાની જાહેરાત કરી છે. ત્યારે હું તમામ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું. જેમણે સતત આ અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી પોતાના હિત માટે લડ્યાં. મારો કેન્દ્ર સરકારને એક સવાલ છે. સવા વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું આ આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યાં, ખાલીસ્તાની કહ્યાં, આંદોલનજીવી કહ્યાં, એટલું જ નહીં 700થી વધુ ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યાં છે. એમના માટે કોણ જવાબદાર, એમના પરિવારનું ભરણ પોષણ કોણ કરશે. પેટા ચૂંટણીઓમાં હારી ગયેલી આ સરકારે પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડ્યા અને હવે કૃષિ કાયદાઓ પરત કર્યા તો વિચારો આ સરકાર માત્ર ચૂંટણી જીવી સરકાર છે. સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં એટલે ચૂંટણીઓ નજીક આવતાં જ આ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી. જો દેશની જનતા એક થાય તો આ અહંકારી સરકારે ઝૂંકવું પડશે.'સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે'
આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે.'એક વર્ષથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોના આ વિજય છે'

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ (AAP Leader Gopal Italia) જણાવ્યું હતું કે, અમારી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પહેલા દિવસથી જ આ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો છે. દિલ્હી બોર્ડરે યોજાતા ખેડૂત વિરોધ પ્રદર્શનના કેજરીવાલ ગયા હતા. અમારા સાંસદે સંસદમાં ત્રણેય કૃષિ કાયદાના બિલ ફાડ્યા હતા. એક વર્ષથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોના આ વિજય છે. સત્યની સામે આખરે વડાપ્રધાન ઝૂકવું પડયું છે.
" isDesktop="true" id="1153155" >

' ખેડૂતો શહીદ થયા છે, પરંતુ ભાજપે શહીદી વ્હાલી છે'

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) જણાવ્યું હતું કે, ત્રણેય કૃષિ કાયદા ખેડૂત, ખેતી અને ગામડાંના વિરોધી હતા. ખેડૂતોએ આ કાયદા રદ કરવા સતત લડત આપી છે. છેલ્લા એક વર્ષથી તેઓ આંદોલન કરી રહ્યા હતા. 600 જેટલા ખેડૂતો શહીદ થયા છે, પરંતુ ભાજપે શહીદી વ્હાલી છે. હવે તેમણે કાયદા રદ કર્યા છે. જ્યારે આ કાળા કાયદા (Black Law) આવ્યા ત્યારે શરૂઆતથી જ રાહુલ ગાંધી ખેડૂત, ખેતી અને ગામડાંને પડખે ઊભા હતા. પ્રદેશ કોંગ્રેસ પણ સતત વિધાનસભાથી લઈને રસ્તા સુધી ખેડૂતોની પડખે ઊભી હતી. આજે આ વિજય ખેડૂતોનો, ખેડૂત શહીદોનો અને દેશનો વિજય છે.
First published:

Tags: Farm law, Farmers Protest, Gujarat AAP, PM Narendra Modi Live, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ