મને કોરોના થયો તો શુ થયું મારે હજી લોકોની સારવાર કરવાની છે : ફૈઝ ઇપ્રોલીયા

News18 Gujarati
Updated: May 25, 2020, 11:19 PM IST
મને કોરોના થયો તો શુ થયું મારે હજી લોકોની સારવાર કરવાની છે : ફૈઝ ઇપ્રોલીયા
મને કોરોના થયો તો શુ થયું મારે હજી લોકોની સારવાર કરવાની છે : ફૈઝ ઇપ્રોલીયા

પોતાના વ્હાલસોયા 15 માસના માસૂમ પુત્રને ઘરે રાખીને અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરે છે

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : જયારે કોઇ સામાન્ય માણસને કોરોનાનું નામ પડે તોય શરીરમાં ભયનું લખલખું પસાર થઇ જાય તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સહેજ પણ વિચલિત થયા વિના ફરી એકવાર દર્દીઓની સારવાર કરવાનો હુંકાર 24 વર્ષિય કોરોનાને મ્હાત આપનાર હેલ્થ કોરોના વોરીયર ફૈઝ ઇપ્રોલીયા કરે છે .

સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગ્રામ્યથી લઇ શહેરી વિસ્તાર કોરોનાથી પ્રભાવિત થયા ત્યારે મોડાસા શહેરની કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલુ કરાઇ ત્યારથી શહેરના અર્બન સેન્ટરમાં દર્દીઓનો ઘસારો વધી ગયો છે. આવી વિષમ પરિસ્થિતમાં હેલ્થ સેન્ટરમાં સેવા બજાવતી 24 વર્ષિય ફૈઝ ઇપ્રોલીયા લેબ ટેકનિશિયનનો પણ સમાવેશ થાય છે. જે પોતામા 15 માસના માસૂમને ઘરે મૂકી સેવા કરી રહી છે.

અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી ફૈઝ કહે છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધતા જ મોડાસા શહેર પણ સંક્રમણની અસરમાં આવ્યું છે. જેને લઇ દર્દીઓનો ઘસારો સેન્ટરમાં વધ્યો છે. આવા સમયે કોરોનાનો સંક્રમણ થયાનો ખ્યાલ આવતા જ 8 મેના રોજ રીપોર્ટ કરાવ્યોને રીપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા મારા પગ તળેથી જમીન સરકી ગઇ હતી. મારા ૧૫ માસના પુત્ર શહાનું શું થશે. મારા પતિ અને પરીવારને જો આ સંક્રમણ લાગશે એવા વિચાર માત્રથી શરીર આખામાં ભયનું લખલખું પસાર થઇ ગયું, પણ મે હિંમત હાર્યા વગર બસ આની સારવાર માટે સજ્જ થઇ ગઇ હતી. મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવારની સાથે મને સતત મારા પુત્રનો જ વિચાર આવતો હતો પણ હોસ્પિટલના તબીબ-નર્સનો સ્ટાફ જ જાણે મારો પરીવાર બની ગયો હતો. 10 દિવસ હોસ્પિટલમાં સારવાર પછી સ્વસ્થ્ય થતા મેં સાવચેતીના ભાગરૂપે મારી દીકરાને મારા મમ્મી પપ્પા ને ત્યાં જ રાખ્યો છે અને આજે 15 દિવસ બાદ મે તેને દૂરથી જોયો પણ હું મારા દિકરાને વ્હાલથી હાથ પણ ફેરવી શકતી નથી.

આ પણ વાંચો - હજ કરવા માટે બચાવ્યા હતા 7.23 લાખ રુપિયા, ગરીબોની મદદમાં ખર્ચી નાખ્યા

રમઝાનના પવિત્રે દિવસે એકદમ સ્વસ્થ્ય થયેલ ફૈઝ કહે છે દરેકના ઘરે કંઈકને કંઈક પારિવારિક સમસ્યાઓ હોય છે પરંતુ તેની દરકાર કર્યા વિના નર્સ-તબીબ લોકો સતત ફરજ બજાવે છે છું તો મને આવા સમયે લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે તો હું ફરી સેન્ટરમાં જોડાઇને કામ કરીશ. મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે. હતાશ થઈ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો એનાથી મોટી કોઈ વાત હોઈ શકે નહીં.
First published: May 25, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading