મંદીએ ઉત્તર ગુજરાતના સિરામિક ઉદ્યોગોની 'હવા' કાઢી નાંખી, 4 પ્લાન્ટ બંધ

News18 Gujarati
Updated: September 25, 2019, 5:30 PM IST
મંદીએ ઉત્તર ગુજરાતના સિરામિક ઉદ્યોગોની 'હવા' કાઢી નાંખી, 4 પ્લાન્ટ બંધ
સિરામિક ઉદ્યોગની મંદીના કારણે 5,000 જેટલા લોકો બેરોજગાર થયા છે.

મંદીના (Recession) મારના કારણે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) કારખાના બંધ થયા, રિયલ ઍસ્ટેટની સાઇટો ઠપ, સિરામિક ઉદ્યોગના 5,000 કર્મચારીઓ બેરોજગાર!

  • Share this:
ઇશાન પરમાર, સાબરકાંઠા : એક તરફ ગુજરાતના મુખ્યંત્રી (Chief minister) વિજય રૂપાણી (Vijay Raupani) દાવા કરી રહ્યા છે કે મંદી (Recession) ક્યાય નથી એ તો માત્ર હવા છે! તો બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાનનાં આ દાવામાં સત્યતા કેટલી છે એ સાબરકાંઠા (Sabarkatha) જીલ્લો બતાવી આપે છે, જ્યાં મંદીએ 5000 થી વધુ લોકોને બેરોજગાર (Unempployed) કરી દીધા છે. સાબરકાંઠામાં દિનરાત ધમધમતાં કારખાનાઓને (shutdown) ચૂપ કરી દીધાં છે.

સિરામીક ઉદ્યોગ મૃત:પાય

સુમસામ પડેલા કારખાના, તાળાબંધ ક્વાર્ટર, થંભી ગયેલા મશીનરીના પૈડા, અને હજારો લોકો બેરોજગાર. સરકાર ભલે કહેતી હોય ક્યાય મંદી નથી! પણ આ હાલત સાબરકાંઠા જીલ્લાની છે. ગુજરાતમાં મોરબી બાદ જો સૌથી વધુ સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થતું હોય તો તે સાબરકાંઠામાં થાય છે. જોકે. નોટબંધી, જી.એસ.ટી અને હાલમાં ચાલી રહેલી મંદીના મારે આ સિરામિક ઉજ્યોગ મૃત:પાય થઈ ગયો છે, જ્યાં એક સમયે સિરામિકના 15 જેટલાં પ્લાન્ટ ધમધમતાં હતા ત્યાં હાલમાં 4 પ્લાન્ટ મંદીની અસર તળે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો ડુંગળી રૂ. 950ના ભાવે વેચાઈ

સિરામિક ઍસોસિયેશનના પ્રમુખ મણીલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે 'મંદીના કારણે 4 પ્લાન્ટ બંધ થઈ ગયા છે, તો 5000 થી વધુ લોકોને રોજગારી પણ છીનવાઈ છે જો સરકાર જી.એસ.ટીમાં ઘટાડો કરે તો જ ફાયદો થાય એમ છે' જીલ્લામાં ૪ પ્લાન્ટ બંધ થતા 5,000 થી વધુ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. આ લોકોને ગુજરાન ચલાવવાના ફાંફા પાડવા માંડ્યા છે. ગલ્ફ દેશોમાં ટાઇલ્સની જે નિકાસ થતી હતી તે ઓછી અથવા તો બંધ જ થઇ ગઈ છે.

રિયલ ઍસ્ટેટમાં પણ મંદીનો માર!
મંદીના માહોલના કારણે રિયલ ઍસ્ટેટ ઉદ્યોગને ફટકો પડ્યો છે, અનેક સાઇટો ઠપ છે॥


તો સામે અત્યાર સુધી નોટબંધી અને જી.એસ.ટીની અસર સામે રિયલ ઍસ્ટેટ ઉદ્યોગ ટકી રહ્યો હતો. જોકે, હવે આ ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે અને એના કારણે અનેકો લોકો બેરોજગાર બન્યા છે. હજારો સામે બેરોજગારીની તલવાર લટકી રહી છે. કૉન્ટ્રાક્ટર ઇકબાલભાઈ લુહારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે 'હાલમાં અનેક સાઇટો બંધ છે જેના કારણે લોખંડ, રેતી જેવા અનેક ધંધામાં મંદી જોવા મળી છે તો કારીગરો છે તેને છૂટા કરવાની ફરજ પડી છે.

મજૂરોની રોજગારી છીનવાઈ!

રિયલ ઍસ્ટેટમાં મંદી આવતાં જીલ્લામાં અનેક સાઈટો બંધ થવા માંડી છે અને જેના કારણે અનેક મજૂરોની પણ રોજગારી છીનવાઈ ગઈ છે. જે સાઇટમાં 15 થી 20 મજુરો વડે કામ કરાવવામાં આવતું હતું તે સાઇટ બનાવનાર બિલ્ડરો અત્યારે 3 થી 5 મજુરો જોડે કામ કરાવે છે. મંદીના કારણે મજૂરોને ખર્ચ કઈ રીતે પુરો પાડવો એ પણ એક સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો :   પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 1 ઑક્ટોબરથી 0.75% કૅશબેક મળશે નહીં, SBIએ જાણકારી આપી

સિરામિક ઝૉન, રિયલ ઍસ્ટેટ સહિત અનેકો ઉદ્યોગો આજે મંદીના માર તળે આવી ગયા છે,  જાણકારોના મતે આ તો હજુ શરૂઆત છે, ત્યારે સરકારે લોકોને મંદી નથી પણ તેજી છે તેવો આભાસ ઉભો કવાની જગ્યાએ જે લોકો બેરોજગાર બન્યા છે તે લોકોનું હવે શું કરવું જોઈએ? આ ઉદ્યોગોને કેવી રીતે ફરી બેઠાં કરી શકાય? એ બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading