Home /News /gujarat /

પાટીદાર સમાજ સાથે છે, કોઇપણ સમાજની નારાજગી નથી : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

પાટીદાર સમાજ સાથે છે, કોઇપણ સમાજની નારાજગી નથી : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે  (C. R Patil) ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાત કરી છે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે  (C. R Patil) ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાત કરી છે

ગાંધીનગર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે  (C. R Patil) ન્યૂઝ18ગુજરાતી સાથે ખાસ વાત કરી છે. જેમા તેમણે જણાવ્યું કે,  ભારતીય જનતા પાર્ટીનો રોડ મેપ આવનારા 50 વર્ષે માટે મોદી સાહેબે તૈયાર કર્યો છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિકાસના મોડલ સમાન પ્રદેશ સંગઠનનું મોડલ પણ સમગ્ર દેશમાં ખ્યાતિ પામે તેવો અમારો પ્રયાસ છે. સંગઠનમાં પ્રમુખ પદે એક સંયુક્ત જવાબદારી હોય એટલે તેમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ અને ઉત્તર ગુજરાત એવું કંઈ નહીં હોતો સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાય છે.

હાર્દિક પર નામ લીધા વગર કર્યો હુમલો

પ્રદેશ ભાજપ અધ્યક્ષે હાર્દિક પટેલનું નામ લીધા સિવાય જણાવ્યું કે, કૉંગ્રેસના કોઈ એક વ્યક્તિ કે જેના કારણે કૉંગ્રેસ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. જે સિક્કો ચાલ્યોજ નથી તેના વિશે મારે શું કામ વાત કરવી જોઈએ? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેની તાકાત, તેના કાર્યકરની જે તાકાત બની છે તે કોંગ્રેસે તેના સુવર્ણ કાળમાં પણ મેળવી નથી, ત્યારે કોઈ એક વ્યક્તિને આધાર રાખીને કૉંગ્રેસે રાજકારણ કર્યું નીચે સુધી તેમણે પોહચવાનું ક્યારેય પ્રયત્ન જ કર્યો નથી. આજે પણ તેમણે જેમની નિયુક્તિ આપી તેમના માટે કમ્પલઝન હશે. એમની પાર્ટીમાં તેમને શું કરવું જોઈએ તે તેમને જોવાનું છે. ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તા તરીકે અમે પાર્ટી માટે અને દેશ માટે  સમર્પિત છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે, અમારા કાર્યકરો તેની સાથે વળગી રહશે.

'કોઈપણ સમાજની નારાજગી બિલકુલ નથી'

પાટીલે વધુમા જણાવ્યું કે, કોઈપણ સમાજની નારાજગી બિલકુલ નથી. પાટીદાર સમાજ અને તેના આગેવાનો મને જે રીતે મળ્યા છે અને વિશ્વસ મને અપાવ્યો છે કે, અમે બધા સાથે છીએ એટલે નારાજગી દૂર કરવાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. પાટીદાર સમાજનું ખૂબ મોટું યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું છે. તેની નોંધ તમામ લોકો લઈ રહ્યા છે. એટલે અમે તો લેતા જ હોય અને સમાજની વાત જ્યારે કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના પણ સમાજના લોકો છે ત્યારે સમાજના હિતની વાત થતી જ હોય છે. જ્યારે સામુહિક જવબદારીની વાત કરીએ ત્યારે તમામ સમાજનીની વાત આવે છે. ત્યારે તેના માટેની ચિંતા અને વાત કરતા રહીએ છીએ.

આ પણ વાંચો- 'આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી' રાજકોટમાં બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન

'ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના  પ્રમુખ તરીકે કોઈ પડકાર નથી'

તેમણે આગળ વાત કરતા જણાવ્યું કે, સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના  પ્રમુખ તરીકે કોઈ પડકાર જોતા નથી. આટલી અફાટ શક્તિ હોય સંગઠનની એટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તા હોય એ કાર્યકર્તાને જો મુમેન્ટ આપી એ તો તેની તાકાત જે બનશે તેના કારણે કોંગ્રેસ આવનારા 50 વર્ષે સુધી  દેખાશે જ નહીં. એટલા માટે પડકાર નહિ પરંતુ અનુકૂળતા વચ્ચે મને જવાબદારી મળી છે. હું નસીબદાર છું કે, મારે સંઘર્ષ ઓછો કરવાનો આવશે.વ્યવસ્થાના ભાગ રૂપે જે જવાબદારી આવી છે તે નિભાવીશ.

'કાર્યકર્તાઓ ટેકનોલોજી વાપરે છે'

પ્રદેશ ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે. આજે સમગ્ર દેશમા ટેક્નોલોજીનો ઉપયોગ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. તેમને એક ઢાંચામાં ઢાળવા અને તેનો ઉપયોગ કરવો તેમાંતે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમારા મનમાં છે તેમાં પણ ઘણું બધું કામ થયું છે. તેમાં વધુ વેગ આપી છું.

તેમણે કૉંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે, એક પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે લખ્યું છે, કોઈ સ્થિર સરકારને અસ્થિર કરવા માટે 197 મુદા છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દાને લઈ અસ્થિરતા ફેલાવાનો પ્રયાસ કરે છે. મોદી સાહેબની અતિ લોકપ્રિય સરકાર  અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે. સાઈ બાગએ સરકાર ને અસ્થિર કરવાનો પ્રયાસ છે .એ વિષય મારા મનમાં છે.

આ પણ વાંચો- નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ કોર ગ્રુપની બેઠક મળી

'આગામી ચૂંટણીમાં અમે જ જીતીશું'

આગામી ચૂંટણીની લાત કરતા જણાવ્યું કે,  પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100 ટકા જીતના વિશ્વસ સાથે આગળ વધી રહ્યા છીએ. મારા પૂર્વે પ્રમુખ અને તેમની ટીમે જે જડબેસલાક વ્યવસ્થા કરી છે. તેના કારણે અમે ખૂબ સહજતાથી જીતી શકીશું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, CR Patil, Gujarat BJP President, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ

આગામી સમાચાર