ચૂંટણી 2017: મહેસાણા,વડોદરા-આણંદ અને BKમાં હિંસા-આગચંપીના બનાવો

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 14, 2017, 5:02 PM IST
ચૂંટણી 2017: મહેસાણા,વડોદરા-આણંદ અને BKમાં હિંસા-આગચંપીના બનાવો

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 14 જિલ્લાઓની 93 સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની મોટાભાગની સીટો પર સવારથી જ લોકો વોટ નાંખવા માટે પહોંચી ગયા હતા. આ દરમિયાન ઘણી બધી જગ્યાઓ પર હિંસા અને આગચંપીના બનાવો બન્યા છે. વડોદરામાં અને મહેસાણામાં બે જૂથો વચ્ચે ધીંગાણુ થયું હતું. મહેસાણાના વિસનગર જિલ્લાના હસનપુર ગામમાં વોટ આપવા માટે આવેલા બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ત્યાર બાદ બેકાબુ બનેલ ટોળાએ તોડફોડ કરી હતી. બંને તરફથી થયેલા પથ્થરમારાથી પણ અડધા ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હતા. બાઈકો અને ગાડીઓને પણ આગ લગાવવામાં આવી છે.

બીજી ઘટનામાં સાવલીના વાંકાનેરમાં 2 જુથ વચ્ચે અથડામણ થઈ છે. વાંકાનેર ગામમાં જૂની અદાવતમાં બે જુથ વચ્ચે અથડામણ છે. તો આ જુથ અથડામણમાં લોકોએ કેટલીક દુકાનો અને બાઈકમાં આગ ચાંપી હતી. જો કે સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સે તાત્કાલિત પગલા લઈને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે, તે છતાં પણ આ ઘટનાને કારણે મતદાનની પ્રક્રિયા ઘણો સમય બંધ રહી હતી.

બનાસકાંઠામાં બોગસ મતદાન બાબતે મારામારી થઈ છે. થરાદના ગણેશપુરા ગામમાં આ ઘટના બની છે. બોગસ મતદાન બાબતે બોલચાલી થતા મામલો બિચક્યો હતો અને મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. આ હુમલાને લઈને પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તે ઉપરાંત બનાસકાંઠાના વડગામના છણીયાણા ગામમાં પણ ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપ કરીને હંગામો કરવામાં આવ્યો હતો. મતદારોએ આક્ષેપ લગાવ્યા હતા. કે, ઉમેદવાર આગળ નિશાન કરવામાં આવ્યું છે. બુથ એજન્ટે લેખિતમાં ફરીયાદ કરી હતી. પોલીસ સહિત ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને મતદાન બંધ કરાવીને તપાસ હાથ ધરી હતી.

આણંદમાં પણ ટાવર બજારમાં એક કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં વાહનોના કાચ તૂટી ગયા છે. પોલીસ સ્થિતિને કાબૂ કરી લીધી છે.

 
First published: December 14, 2017, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading