ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ યોજના અંતર્ગત સહાયની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત


Updated: June 8, 2020, 9:13 PM IST
ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ યોજના અંતર્ગત સહાયની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત
ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ યોજના અંતર્ગત સહાયની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત

ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા શોધ યોજના અંતર્ગત 753 વિદ્યાર્થીઓને 3.37 કરોડ રુપિયાની સહાય ચૂકવવામાં આવશે

  • Share this:
ગાંધીનગર : ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ યોજના અંતર્ગત સહાયની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ થકી પોતાની કારકીર્દી સારી રીતે ઘડી શકે તેમાટે રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યાં છે. જેના ભાગરૂપે ગુજરાતના વિદ્યાર્થીમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી ગુણવત્તાયુક્ત સંશોધન કરનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા SHODH (ScHeme Of Developing High quality research) યોજના શરૂ કરવામાં આવી છે.

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉમેર્યું કે રાજ્યની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી ખાતે ગુણવત્તાયુક્ત સંશોધન કરતા પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા. 9મી જૂનના રોજ મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને વેબિનાર યોજાશે. જેમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવા શોધ યોજના અંતર્ગત 753 વિદ્યાર્થીઓને 3.37 કરોડ રુપિયાની સહાય ચૂકવવામાં આવશે. આવતીકાલે સવારે 11 કલાકે યોજાનાર આ વેબિનારમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અગ્રસચિવ, ઉચ્ચ શિક્ષણ નિયામક અને વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ ઉપસ્થિત રહેનાર છે. આ વેબિનારનો લાભ પી.એચ.ડી ગાઈડ, વિભાગીય વડા, આચાર્યઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ FB link: http://www.fb.com/kcguj/live અને www.facebook.com/ihubgujarat/live મારફતે પણ ફેસબુક લાઇવ ફીચરથી લઇ શકશે.

આ પણ વાંચો - FSSAI દ્વારા જાહેર કરાયેલા ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

તેમણે ઉમેર્યું કે, વેબિનાર પૂર્ણ થયા બાદ શોધ યોજના અંતર્ગત સ્ક્રુટીની કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ 34 યુનિવર્સિટીઓના 753 વિદ્યાર્થીઓને પ્રથમ 3 માસના (જાન્યુઆરી-માર્ચ 2020) સ્ટાઇપેન્ડ પેટે પ્રતિ વિદ્યાર્થી માસિક રૂ. 15,000 લેખે 3 માસના રૂ 45000 લેખે 753 વિદ્યાર્થીઓને કુલ રૂ. 3,38,85,000 (અંકે રૂ. ત્રણ કરોડ આડત્રીસ લાખ પંચ્યાસી હજાર પૂરા) વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે.

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ રાજ્યની માન્ય સરકારી, સેકટોરલ અથવા ખાનગી યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થા ખાતે પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં 1/7/2018 પછી પ્રવેશ મેળવેલ હોય અને ઠરાવની અન્ય શરતો સંતોષતા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવવા અરજી કરી શકે છે. જે અનુસાર લાયકાત/પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી mysy.guj.nic.in/shodh પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં અરજીની અંતિમ તારીખ સુધીમાં 1258 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતું તથા 1011 વિદ્યાર્થીઓ દ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરી અરજીઓ લોક કરવામાં આવી છે.

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા લોક કરવામાં આવેલ અરજીઓનું જે તે યુનિવર્સીટી ખાતે નોડલ ઓફિસર દ્વારા ડોકયુમેન્ટ વેરીફીકેશન કરી વિદ્યાર્થીઓને આ યોજના માટે ક્વોલીફાય/ડીસ્ક્વોલીફાય કરવામાં આવેલ હતી. ઉક્ત સમય મર્યાદામાં પ્રાપ્ત થયેલ 1011 અરજીઓમાંથી 848 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી નોડલ ઓફિસર દ્વારા શોધ સ્ક્રુટીની કમિટી સમક્ષ મંજુર/નામંજૂર કરવા માટે રજુ કરવામાં આવેલ હતી. સ્ક્રુટીની સમિતિ દ્વારા ગુણવત્તાના આધારે 753 અરજીઓને આ યોજના માટે મંજૂર કરવામાં આવે છે.
First published: June 8, 2020, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading