ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક મહિનામાં ધન્વતરી રથ મારફતે 1 લાખથી વધુ દર્દીઓને તપાસાયા

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક મહિનામાં ધન્વતરી રથ મારફતે 1 લાખથી વધુ દર્દીઓને તપાસાયા
ધનવંતરી રથ

  • Share this:
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્ર એવા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વસતા નાગરિકોને કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં આરોગ્યને લગતી સેવાઓ સત્વરે પ્રાપ્ત થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ધન્વંતરી યોજના'નો પ્રારંભ 16 જુનથી કરવામાં આવ્યો હતો. લોકડાઉન બાદ અનલોક -1 અને હવે અનલોક - 2ને દરમ્યાન સરકાર દ્વારા જનજીવનને થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે તે માટે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરી છે. આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.

ધન્વંતરી રથ અથવા એમ્બ્યુલન્સ એક સુસજ્જ હરતા ફરતા દવાખાના જેવો છે, જેમાં એક ડૉક્ટર, એક ફાર્મસીસ્ટ,એક પેરામેડીકલ સ્ટાફ આરોગ્યલક્ષી સેવાઓ માટે હાજર હોય છે.આ રથમાં દર્દીની ઓપીડી સમયે તાવ, શરદી,કફ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ગ્લુકોમીટરના ઉપયોગથી લોહીમાં શુગર અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનના પ્રમાણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં  સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પ્રયત્નોથી 16 જૂન 2020 થી 9 જુલાઈ 2020 સુધીમાં ધન્વંતરી રથ/એમ્બ્યુલન્સ મારફતે કુલ 638 રથ દ્વારા 2880 સ્થળોએ સેવા આપવામાં આવેલ, જે અંતર્ગત કુલ 1,15,383 દર્દીઓને તપાસવામાં આવ્યા છે, જેમાં 174 મેલેરીયાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત 3 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન  1346 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલા છે.
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના નાગરિકોને ધન્વંતરી યોજનાનો લાભ પૂર્ણતઃ રીતે વ્યાપક રીતે મળી શકે તે સુનિશ્ચિત કરવા આ યોજનાની સમીક્ષા કરી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ભાજપાના જનપ્રતિનિધિઓ, આગેવાનોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કોરોના મહામારીના સમયમાં આરોગ્યને લગતી નાની-મોટી તકલીફોમાં નાગરિકોને આરોગ્યકેન્દ્ર સુધી જ્વું ન પડે અને ડોર સ્ટેપ પર આ ધનવંતરી રથની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સંલગ્ન અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓને  અમિત શાહે કાળજી લેવા તાકીદ કરી હતી.

આ પણ વાંચો - 'મેં સુરત સિવિલમાં 70-80 લાશ જોઈ હતી,' ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ

ગાધીનગર લોકસભા વિસ્તાર પૈકી વેજલપુર વિધાનસભા વિસ્તારમાં 182 રથ દ્વારા 719 સ્થળે 17416 દર્દીઓની ઓપીડી સામે તાવના 109, કફ-શરદી-ઉધરસના 634, મેલેરિયાના 51 કેસ જણાયેલ છે, જ્યારે 586 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે.ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં 161 રથ દ્વારા 701 સ્થળે 19379 દર્દીઓની ઓપીડી સામે તાવના 146, કફ-શરદી-ઉધરસના-806, મેલેરીયાના 78 કેસ મળેલ છે જ્યારે 224 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં 136 રથ ઘ્વારા 541 ƨથળે 11454 દર્દીઓમાંથી તાવના 123, કફ-શરદી-ઉધરસના-808, મેલેરીયાના 14 કેસ જણાયેલ છે, 397 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો - 17 થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

તદુપરાંત, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં 101 રથ દ્વારા 415 સ્થળ 11765 દર્દીઓની ઓપીડી સામે તાવના 175, કફ-શરદી-ઉધરસના-847, સીવીયર રેસ્પીરેટરીના 5, મેલેરીયાના-31 કેસ જણાયેલ છે, 139 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ છે.ગાધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં 42 રથ દ્વારા 450 સ્થળે 27811 દર્દીઓની તાપસ  સામે તાવના 121, કફ-શરદી-ઉધરસના-560 કેસ જણાયેલ છે.ગાધીનગર જીલ્લા વિસ્તારમાં 16 રથ દ્વારા, 54 સ્થળે 27558 દર્દીઓની ચકાસણી સામે સામે તાવના 215, કફ-શરદી-ઉધરસના-878 કેસ જણાયેલ છે. આમ સાંસદ  અમિત શાહના સતત મોનિટરીગ અને પ્રયાસોના કારણે આ ધનવંતરી રથ જનતા માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે.

આ પણ જુઓ - 

 

તાજેતરમાં યોજાયેલ કોરોના અંગેની કેન્દ્રિય સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત સંજીવની વાન અને ધન્વંતરી રથના મુહિમને બિરદાવી હતી. સાથે જ બધા જ રાજ્યોને કહ્યુ હતું કે તમારે પણ ગુજરાતની જેમ ઘરે ઘરે જઈને કોરોના સારવાર આપવી જોઈએ અને નિર્દેશો આપ્યા હતા કે, અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરીનું અનુસરણ કરી શકાય.
Published by:Kaushal Pancholi
First published:July 15, 2020, 11:26 am

टॉप स्टोरीज