ગાંધીનગર : શું તમે ઘરે બેઠા યોગ શીખવા માંગો છો? તો આ રહ્યો ફ્રી વિકલ્પ

ગાંધીનગર : શું તમે ઘરે બેઠા યોગ શીખવા માંગો છો? તો આ રહ્યો ફ્રી વિકલ્પ
પ્રતિકાત્મક તસવીર

યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી પણ કોરોના જેવી મહામારીને નાથવાનું અને ઇમ્યુનિટી વધારવાનુ એક અસરકારક માધ્યમ પણ છે

  • Share this:
ગાંધીનગર : યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી પણ કોરોના જેવી મહામારીને નાથવાનું અને ઇમ્યુનિટી વધારવાનુ એક અસરકારક માધ્યમ પણ છે અને માટે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત યોગને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ ઉજવણીને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઓનલાઇન યોગા ક્લાસીસ કાર્યરત કરાયા છે.
5 મી જૂનથી શરુ કરાયેલા આ ઓનલાઇન કલાસીસ આગામી 21મી જૂન સુધી ચાલુ રહેશે.જેમણે આમાં લાભ લેવો હશે તેમણે ગુજરાત રાજય યોગ બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇજ https://www.facebook.com/Gujaratyogboard/ પર ક્લિક કરવાનું રહેશે. તેમણે ઓનલાઇન કલાસીસમાં જોડાવવાનું રહેશે. બોર્ડ દ્વારા હાલ સવારના 7 થી 7.50 સુધી ઓનલાઇન યોગ નિદર્શન કલાસ કાર્યરત કરાયા છે. મહિલાઓ અને બાળકો માટે સાંજના 5.30 થી 6.30 દરમિયાન યોગ નિષ્ણાત બહેનો દ્વારા યોગ નિદર્શન અને ઓનલાઇન માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

આ પણ વાંચો - SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદ્દત 1 વર્ષ સુધી વધારાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે સૌને ચેલેન્જ આપી છે ત્યારે આ યોગ કલાસીસ થકી યોગ શીખીને આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ ચેલેન્જ સ્વીકારીને તેમને 3 મિનિટનો વીડિયો પણ અપલોડ કરી શકો છો. આ વીડિયો પણ તમારે તે જ ફેસબુક પેજ પર અપલોડ કરવાનો રહેશે.

યોગએ માત્ર શારીરિક વ્યાયામ નહીં પણ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે અને મેડિકલ સાયન્સે પણ આ સ્વીકારી લીધું છે ત્યારે કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ એકમાત્ર અસરકારક માધ્યમ પુરવાર થશે.
Published by:News18 Gujarati
First published:June 06, 2020, 17:01 pm

ટૉપ ન્યૂઝ