Home /News /gujarat /

દિવાળીમાં મીઠાઇ, ફરસાણના વેપારી અને કર્મચારી જ કોવિડ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે આવી છે તંત્રની તૈયારી

દિવાળીમાં મીઠાઇ, ફરસાણના વેપારી અને કર્મચારી જ કોવિડ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે આવી છે તંત્રની તૈયારી

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ ફરજિયાત માસ્કના અમલ સાથે જ મીઠાઇ, ફરસાણનું વેચાણ કરવાનું રહેશે

ગાંધીનગર : આગામી સમયમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ દ્નારા મીઠાઇ અને ફરસાણના સેમ્પલ લઇને સેમ્પલ ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે. પરંતુ હવે દિવાળીના તહેવારોને અનુલક્ષીને વેપારીઓ માટે વિશેષ ડ્રાઇવ શરુ કરાશે. જે અનુસાર મીઠાઇ ખરીદવા આવતા ગ્રાહકો- માટે વેપારી પોતે જ કોવિડ સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે હવે રોજે રોજ - વેપારી, તેના કર્મચારીનું હેલ્થ
ચેકઅપ થશે. એટલુ જ નહી રોજે રોજ દુકાનોને સેનિટાઇઝ કરાશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ ફરજિયાત માસ્કના અમલ સાથે જ
મીઠાઇ, ફરસાણનું વેચાણ કરવાનું રહેશે.

ગુજરાતના તમામ ફરસાણ , મિઠાઇ અને બેકરી પ્રોડક્ટ વિક્રેતાઓનું ફરજીયાત હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. સાથે સાથે દુકાનદારના તમામ પ્રકારના સ્ટાફનું પણ દરરોજ હેલ્થ ચેકઅપ કરવાનું રહેશે. ચેકઅપ દરમિયાન સામાન્ય તાવ, શરદી કે ઉધરસના લક્ષણો દેખાય તો દુકાનદારે કર્મચારીને તાત્કાલિક રજા આપી દેવી પડશે.

આ પણ વાંચો - અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી સ્તર પર પહોંચ્યો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી કોશિયાએ આ મામલે તમામ મહાનગરો, જિલ્લા/ તાલુકા કક્ષાએ કડક સૂચનાઓ આપી છે


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરેક વાર તહેવારોમાં મીઠાઈ/ ફરસાણના સેમ્પલ લઇને સેમ્પલ ડ્રાઇવ ચલાવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોવિડ 19 અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને વેપારીઓ અને કામ કરતા કર્મચારીઓ માટે વિશેષ ડ્રાઇવ શરુ કરવાનો નિર્ણય રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી કોશિયાએ આ મામલે તમામ મહાનગરો, જિલ્લા/ તાલુકા કક્ષાએ કડક સૂચનાઓ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે દિવાળી પર્વ દરમ્યાન કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. તો બીજી તરફ આ તહેવારો દરમ્યાન ખાદ્ય ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા દુકાનદારો અને તેમાં કામ કરતો સ્ટાફ સુપર સ્પ્રેડર બની સંક્રમણ ન ફેલાવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્રએ કર્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Diwali, Diwali 2020, Diwali festival, Food and drugs department

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन