પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત

લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોઇ તેમને પણ ઉત્તમ સગવડ પુરી પાડવાના ઉમદા હેતુથી જાહેરત કરાઈ

  • Share this:
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં અંબાજી વિકાસ મુદ્દે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે.લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન જગતજનની મા અંબાજીના પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે. આ સત્તા મંડળમાં અધ્યક્ષ/ઉપાધ્યક્ષ સહિત 11 સભ્યોની હોદ્દાની રૂએ નિમણૂક કરાશે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે અંબાજી યાત્રાધામ અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક રજુ કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે ગુજરાત અને દેશભરમાંથી અંબાજી ખાતે યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી રાજ્ય સરકારને આ વિસ્તારના સુગ્રથિત અને સુઆયોજિત વિકાસની તાકિદની જરૂરિયાત જણાતા અને અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવા માટેનો આ મહત્વનો નિર્ણય કરાયો છે.તેમણે કહ્યું હતું કે આ વિધેયક દ્વારા આ સત્તામંડળની રચના થયેથી, સત્તામંડળ, વિધેયકમાં સુચવ્યા મુજબની સત્તાઓનો ઉપયોગ કરશે અને સૂચવેલ ફરજો બજાવશે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં ભક્તો તરફથી દાન-ભેટમાં અપાયેલ રકમ સૂચિત સત્તામંડળને આપવાની થતી નથી. ટ્રસ્ટની કામગીરી યથાવત રહે તથા ટ્રસ્ટની કામગીરી-અધિકારો ચાલુ રહે તે પ્રમાણેની જોગવાઇ આ વિઘેયકમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ : UGCએ જાહેર કર્યું નવું એકેડેમિક કેલેન્ડર, આ તારીખથી થશે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

નિતીન પટેલે આ મુદ્દે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે અંબાજીના દર્શન કરવા માટે ઉત્તરોત્તર સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ આવે છે. જેમ જેમ વધુ વ્યવસ્થા અને વિકાસ થશે તેમ તેમ ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ વધતા જશે. જેથી આ વિસ્તારનો આયોજન બદ્ધ અને સુગ્રથિત વિકાસ થાય અને આવનાર શ્રદ્ધાળુઓ/પ્રવાસીઓને ઉત્તમ સગવડ સુવિધાઓ, સલામતી મળી રહે તેમજ વિસ્તારની સઘન સુરક્ષા જળવાઇ રહે તેમજ ભારદવી પુનમના મેળામાં પણ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોઇ તેમને પણ ઉત્તમ સગવડ પુરી પાડવાના ઉમદા હેતુથી આ વિધયેક લાવવામાં આવ્યુ છે.

તેઓએ આ વિધેયક લાવવા માટેના મુખ્ય કારણો રજૂ કરતા કહ્યું હતું કે માં અંબાજી મંદિર, ગબ્બર, કુંભારીયા, કોટેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારને સુઆયોજીત આયોજન, આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને સલામત યાત્રા/પ્રવાસનને પ્રોત્સાહન આપવા. સંસ્થાકીય વ્યવસ્થા માટે ખાસ સત્તા મંડળની રચના કરી નગર આયોજન, વિકાસ નિયંત્રણ, આંતરમાળખાકીય સુવિધાઓ, યાત્રાધામ પ્રવાસન પ્રવૃતિઓનું નિયમન અને સંચાલન, સલામત યાત્રાધામ પ્રવાસનની વ્યવસ્થા પુરી પાડવાનો છે. જેના માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તામંડળની રચનાની જોગવાઇ કરવામાં આવી છે, જેમાં હોદ્દાની રૂએ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:September 23, 2020, 22:48 pm

ટૉપ ન્યૂઝ