ડીસા માર્કેટયાર્ડની એક પેઢીએ વેરો ન ભરતા વાણિજ્ય વિભાગે ફરિયાદ નોંધાવી

વાણિજ્ય વેરાના અધિકારીઓએ વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે...

વાણિજ્ય વેરાના અધિકારીઓએ વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે...

  • Share this:
બનાસકાંઠાના ડીસામાં આવેલી એક પેઢીએ છેલ્લા ઘણા સમયથી વેરો ના ભરતા હવે તેની સામે ફરિયાદ નોંધાઇ છે. વાણિજ્ય વિભાગે વારંવાર નોટિસ આપવા છતાં પણ વેરો ના ભરતા તેની સામે પોલીસ ફરિયાદ કરી વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં આવેલી મોતી એન્ટરપ્રાઇઝમાં વાણિજ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં ખોટા વેપારીઓના નામે પાવતીઓ, પાવતી પ્રમાણે હાજર સ્ટોકમાં ફેરફાર અને ખોટી પાવતીઓ મળી આવી હતી ત્યારબાદ વાણિજ્ય વિભાગે તેને દંડ સાથે વેરો ભરવા માટે વારંવાર નોટિસ આપવા છતાં પણ પેઢીના સંચાલકો દ્વારા વેરો ના ભરાતા હવે કુલ 2.65 લાખ જેટલો વેરો ભરવાનો બાકી નીકળે છે.

ત્યારે વાણિજ્ય વેરાના અધિકારીઓએ વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને મોતી એન્ટરપ્રાઇઝ ના સંચાલકો સામે ગુજરાત મૂલ્યવર્ધિત અધિનિયમ મુજબ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે મોતી એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: