ડીસા: મોડી રાત્રે વીજળી પડતા મહિલાનું મોત, બે દીકરીઓએ માતાની છાયા ગુમાવી, પરિવારમાં માતમ

મૃતક મહિલાની ફાઇલ તસવીર

  મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો .જેમાં ચંદ્રલોક સોસાયટી પાસે એક રહેણાંક મકાનમાં આકાશી વીજળી પડતા એક મહિલાનું મોત થયું હતું. વીજળી એટલા અવાજ સાથે પડી હતી કે, આજુબાજુના ઘરના વાસણો પણ અભરાઈ પરથી નીચે પડી ગયા હતા. આ સાથેચંદ્રલોક સોસાયટી પાસે રહેતા વિજયાબેન નરેશભાઈ રબારીના ઘર પર પણ આકાશી વીજળી પડતા તેમનું મોત નીપજ્યુ છે.

  ડીસામાં ગત મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી રાત્રિના સમયે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ચંદ્રલોક સોસાયટી પાસે રહેતા વિજયાબેન નરેશભાઈ રબારીના ઘર પર પણ આકાશી વીજળી પડી હતી. તે સમયે અચાનક વીજળી આ મહિલા પર પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.  મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો.  બનાવને પગલે મૃતક મહિલાની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે એટલા જોરદાર વીજળીના કડાકા થયા હતા કે, આજુબાજુના ઘરોમાં અભરાઈ પરથી વાસણો પણ નીચે પડી ગયા હતા અને લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો.

  નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં પણ વિજળી જીવલેણ નિવડી હતી, જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના નારુભાઈ મેઘજીભાઈ જેપાર નામના ખેડૂત અને તેની સાથેના બે બળદનું તેમજ અમરેલી જિલ્લાના લીલીયા તા.ના ગુંદરણ ગામે જગદીશભાઈના ખેતરમાં કામ કરતા વિમળાબેન અમરશીભાઈ ચુડાસમા ઉપર વિજળી પડતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જામનગર જિલ્લાના જામજોધપુરમાં  ગઇકાલે સાંજે હવામાનમાં પલટા સાથે બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: