ગાંધીનગર : અક્ષરધામ ખાતે માત્ર મંદિરના દર્શન સિવાય તમામ પ્રદર્શનો બંધ રાખવાનો નિર્ણય

News18 Gujarati
Updated: March 18, 2020, 8:55 PM IST
ગાંધીનગર : અક્ષરધામ ખાતે માત્ર મંદિરના દર્શન સિવાય તમામ પ્રદર્શનો બંધ રાખવાનો નિર્ણય
ગાંધીનગર : અક્ષરધામ ખાતે માત્ર મંદિરના દર્શન સિવાય તમામ પ્રદર્શનો બંધ રાખવાનો નિર્ણય

કોરોના વાયરસને પગલે ગાંધીનગર જિલ્લાના ધાર્મિક સ્થળો ઉપર તકેદારી રાખવાના આદેશ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યા

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસને પગલે ગાંધીનગર જિલ્લાના ધાર્મિક સ્થળો ઉપર તકેદારી રાખવાના આદેશ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ધાર્મિક સ્થળોના સંચાલકો અને ટ્રસ્ટીઓને કાગળ લખીને વધુ ભીડ એકઠી ન થાય તે રીતે દર્શનની વ્યવસ્થા ગોઠવવા તેમજ મંદિર અમુક સમય માટે બંધ રાખવા સૂચન કરાયું છે. જે અંતર્ગત ગાંધીનગરના અક્ષરધામ ખાતે માત્ર મંદિરના દર્શન સિવાયના તમામ પ્રદર્શનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ભીડભાડવાળી જગ્યાએ વધુ પ્રસરવાનો ભય રહેલો છે. ધાર્મિક સ્થળોએ દર્શન માટે આવતી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોના ફેલાવવાનો ભય છે ત્યારે સરકાર દ્વારા પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત ધાર્મિક સ્થળોએ પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય તેને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ કલેકટર દ્વારા મહુડી અક્ષરધામ સહિતના ધાર્મિક સ્થળો ઉપરાંત સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કના સંચાલકો અને ટ્રસ્ટીઓને એક સાથે વધુ લોકો એકઠા ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે આદેશ કરાયો છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં સ્કૂલો બંધ, શિક્ષણ વિભાગ હવે કરાવશે ઓનલાઇન અભ્યાસ

જે અંતર્ગત જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામના દર્શન માટે 31 માર્ચ સુધી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં આવેલા તમામ પ્રદર્શનો નીલકંઠ યાત્રા ફિલ્મ શો, નૌકાવિહાર વોટર, શો તેમજ રાઇડ વગેરે તમામ વસ્તુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
First published: March 18, 2020
વધુ વાંચો
अगली ख़बर