Home /News /gujarat /આદિવાસીઓની ચીમકી, આરોપીઓને નહીં પકડો તો ખૂનખરાબાની જવાબદારી સરકારની

આદિવાસીઓની ચીમકી, આરોપીઓને નહીં પકડો તો ખૂનખરાબાની જવાબદારી સરકારની

મૃત્યુ નિપજેલાં પતી પત્નીનાં મૃર્તદેહોને કથીત આરોપીઓનાં ઘરે મુકી દેવાતાં ધામણવાં ગામ સમગ્ર હિજરત કરી ગયુ હોય તેમ ઘરે ઘરે તાળા લટકી રહેલાં જોવા મળી રહ્યા છે

મૃત્યુ નિપજેલાં પતી પત્નીનાં મૃર્તદેહોને કથીત આરોપીઓનાં ઘરે મુકી દેવાતાં ધામણવાં ગામ સમગ્ર હિજરત કરી ગયુ હોય તેમ ઘરે ઘરે તાળા લટકી રહેલાં જોવા મળી રહ્યા છે

મહેન્દ્ર અગ્રવાલ - અંબાજી

દાંતા તાલુકાનાં તોરણીયા ગામે એક દંપતીની ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળેલી લાસના મૃતદેહને લઇ, તેમનાં વાલી વારસો દ્વારા હત્યાનાં આક્ષેપ બાદ પરીસ્થીતી વણસતા આજે હડાદ માર્ગ પર થયેલાં રસ્તા રોકો આંદોલનને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. એટલુંજ નહીં ધામણવાં ગામને પણ ગ્રામજનોએ બાનમાં લીધુ હતું, સાથે 25 દિવસનાં મૃતદેહને ધામણવાં ગામે મુકી દેવાયો છે.

દાંતા તાલુકાનાં તોરણીયા ગામે 25 ઓગસ્ટે એક પતી પત્નીનાં સામુહીક મૃતદેહ એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જેને પગલે સ્ત્રીના પરીજનો દ્વારા હત્યા હોવાનું આક્ષેપ કરી પોલીસ ઉપર શંકા કુ શંકા રાખી આજે હાડદ ગામે રસ્તા રોકો આંદોલન કરવાની કોષીશ કરાઇ હતી. જોકે પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવી રોડ ઉપર ઉતરી આવેલાં આદીવાસી લોકોને સમજાવટ કરી રસ્તા રોકો આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે રસ્તા રોકો આંદોલનની કોશીષ પણ કરાઇ હતી. પણ પોલીસે વજ્રવાહન તેમજ પોલીસનો મોટો કાફલો રોડ ઉપર ઉતરેલાં આદીવાસીઓને એક સાઇડે બેઠક કરવાનું જણાવી તેમનાં પ્રશ્નો હલ કરવાની ખાતરી અપાઇ હતી. જેને લઇ આદીવાસી લોકો એ બેઠકનો દોર શરૂ કર્યો હતોને મોટી સંખ્યામાં ઉમટી પડેલાં આદીવાસી લોકોએ ફરી એક વાર પોલીસને આવેદનપત્ર આપી હત્યારાઓને પકડી પાડવાં ઉગ્ર માંગ કરી હતી. એટલું જ નહીં જો આગામી 20 તારીખ સુધી આરોપીઓ નહીં પકડાય તો તેથી પણ વધુ જલદ કાર્યક્રમ આપવાની ચિમકી ઉચ્ચારાઇ છે. જેમાં ખુનખરાબા સહીત રાષ્ટ્રીય સંપતીને નુકશાન થાય તો તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી આદીવાસી અગ્રણી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

પાલનપુર વિભાગીય પોલીસ વડા એ. આર. જંકાતે જણાવ્યું કે, હડાદ ખાતે આદીવાસી લોકોનાં રસ્તા રોકો આંદોલનને લઇ 300 ઉપરાંત પોલીસ જવાનો ખડકી દેવાયા હતા. અને કોઇ અનિચ્છીનીય ઘટના ન બને તે માટે વિભાગીય પોલીસ વડા દ્વારા આ આદીવાસી લોકોને તેમની માંગણી સંતોષાય તે માટેની ખાતરી અપાઇ હતી.

જોકે આ સમગ્ર ઘટનાને લઇ દાંતા તાલુકાના ધામણવાં ગામના કેટલાંક લોકો ઉપર હત્યાના આરોપ નાખી તેમનાં ઘરે દોઢ મહીના પહેલાં મૃત્યુ નિપજેલાં પતી પત્નીનાં મૃર્તદેહોને કથીત આરોપીઓનાં ઘરે મુકી દેવાતાં ધામણવાં ગામ સમગ્ર હિજરત કરી ગયુ હોય તેમ ઘરે ઘરે તાળા લટકી રહેલાં જોવા મળી રહ્યા છે. આ ગામમાં તોડ ફોડ પણ થઇ હોય તેવાં દ્રષ્યો જોવા મળી રહ્યા છે. જોકે આ મામલે જ્યા સુધી આ યુગલના હત્યારા પકડાશે નહીં ત્યાં સુધી બન્નેના મૃર્તદેહો કથીત આરોપીઓના ઘરે જ મુકી રખાશે અને હાલમાં તેમનાં અગ્ની સંસ્કાર પણ કરાશે નહીં.

મહત્વની વાત એ છે કે, ધામણવાં ગામે દોઢ માસથી કહોવાયેલાં બન્ને મૃર્તદેહોને કથીત આરોપીઓનાં ઘરે મુકી દેવાતા ગામમાં ધમાલના વાતાવરણના ભય અને સાથે કોઇ રોગ ચાળો ફાટી ન નિકળે તે માટે હાલ તો સમગ્ર ગામનાં રહેવાસીઓ ઘર ને તાળા મારી ગામ બહાર જતાં રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ક્યારે આ પ્રશ્નોનો હલ આવશે અને ધામણવાં ગામવાસીઓ પરત ગામમાં ક્યારે આવશે તે તો આવનારો સમય જ બતાવશે.
First published:

Tags: Danta, Tribals, Violence, આરોપી`, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन