Home /News /gujarat /

બનાસકાંઠા : ઓનલાઇન એપ DaniData રાતો રાત બંધ થતા લોકો રાતા પાણીએ રડ્યા, કરોડો રૂપિયા ગુમાવ્યા

બનાસકાંઠા : ઓનલાઇન એપ DaniData રાતો રાત બંધ થતા લોકો રાતા પાણીએ રડ્યા, કરોડો રૂપિયા ગુમાવ્યા

પૈસા ડબલ કરવાની લાલચમાં પૈસા ગુમાવાનો વારો આવ્યો

DaniData App - આ એપ રાતો રાત બંધ થતા ધાનેરા તાલુકાના લોકોએ 14 કરોડથી વધુ ગુમાવ્યા, બનાસકાંઠા જિલ્લામાં 100 કરોડથી વધારે ગુમાવ્યા હોવાની ચર્ચા

  કિશોર તુવર, બનાસકાંઠા : ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં  લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. અનેકવાર ઓનલાઇન એપ (Online app)અને ગેમમાં ડબલ કરવાની લાલચમાં પૈસા રોકવાથી લોકોને પૈસા ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક ઓનલાઈન એપ દાનીડેટા (DaniData)બંધ થઇ જતા અનેક લોકોના કરોડો રૂપિયા સલવાયા છે. ધાનેરા સહિત બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના લોકો દ્વારા DaniData નામની ઓનલાઈન એપમાં પૈસા રોકવામાં આવ્યા હતા. અચાનક જ 2 જૂનના રાત્રે આ આ એપ બંધ થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. DaniData નામની એપમાં પૈસા એક મહિના ડબલ થઇ જતા હતા અને આ એપમાં યુપીઆઈ, ફોન-પે, ગગુલ-પે દ્વારા લોકો પૈસા ડિપોઝીટ કરતા હતા અને એમએલએમ સિસ્ટમથી આ એપનો પ્રચાર થતો હતો. આ એપ શેર કરવા વાળા વ્યક્તિને પણ એપ કમિશન આપતી હોવાથી  લોકો દ્વારા આ એપને શેર કરવામાં આવતી હતી.

  છેલ્લા કેટલાક સમયથી આ એપ બનાસકાંઠા જિલ્લામાં લોકપ્રિય બની હતી. આ એપમાં લોકો પૈસા ડિપોઝિટ કરતા હતા અને એપમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફુટબોલ મેચ પર સટ્ટો રમવામાં આવતો હતો. આ એપમાં હોટ અને 3.3 નામની ગેમમાં પૈસા લગાવવાથી  0..75 ટકા વ્યાજ મળતું હતું. એક દિવસમાં ત્રણવાર હોટ ગેમ અને 3.3 નામની ગેમ પર 10,000 લગાવવા પર  225 રૂપિયા રોજના લોકોના એકાઉન્ટમાં જમા થતા હતા. લોકો દ્વારા ફૂટબોલ ગેમ પર પૈસા લગાવતા હતા. તેમજ પાનકાર્ડ અને બેન્ક ડિટેલ એપ સાથે લિંક કરવાથી લોકોના પૈસા વિડ્રોલ પણ થતા હતા. મહિનાની 11 થી 8 તારીખ સુખી એપમાંથી પૈસા વિડ્રોલ કરવા પર 10% કપાઈ જતા હતા, જ્યારે મહિનાની 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરવા પર પૂરેપૂરા પૈસા એકાઉન્ટમાં જમા થતા હતા. જેથી લોકો મહિનાથી 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ  કરતા હતા. અને આમ આ મહિને પણ લોકો 9 તારીખની રાહ જોઇને બેઠા હતા ત્યારે એપ બંધ થઈ જતા લોકોના પૈસા સલવાયા છે અને લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

  આ પણ વાંચો - અમદાવાદમાં એક જ પત્ની સાથે બે વાર લગ્ન કરનાર પતિની પોલ લગ્નની એક પત્રિકાએ ખોલી દીધી

  ગિરીશ ભાઈ ત્રિવેદી જેઓ ધાનેરામાં રહે છે. શેરબજારમાં રોકાણ કરે છે. તેમના મિત્ર દ્વારા આ એપ વિશે તેમને સાંભળવા મળ્યું હતું અને તેમને પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી હતી. તેમણે દસ હજાર રૂપિયા આ એપમાં નાખ્યા હતા અને ફૂટબોલની મેચો પર આ એપમાં પૈસા લગાવ્યા હતા. તેમને 10,000 લગાવવા પર  27 હજાર જેટલા રૂપિયા એપમા જમા થયા હતા અને તેઓ પૈસા વિડ્રોલ કરે તે પહેલાં જ એપ બંધ થઈ જતા તેમને 10000 મૂડી અને 17000 નફો ગુમાવવાનો વારો આવ્યો છે.  ધાનેરામાં રહેતા વિપુલભાઈ જોશી સાથે પણ આમ જ બન્યું છે. તેમને પણ તેમના મિત્રો દ્વારા આ આ એપ વિશે સાંભળ્યું હતું અને તેમના મિત્રો આ એપથી પૈસા કમાતા હોવાથી તેમને પણ પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરી આધારકાર્ડથી રજીસ્ટેશન કર્યું હતું. 500 રૂપિયા આ એપમાં લગાવ્યા હતા અને તેમના આ એપમાં 500ના 1700 થયા હતા. આ એપમાં એક વાર 500 રૂપિયા એડ કરવાથી એક વર્ષમાં 10 લાખ રૂપિયા થતા હોવાની લાલચમાં આવીને વિપુલભાઈને પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. વિપુલભાઈનું માનીએ તો તેમના મિત્ર સર્કલમાં ધાનેરાના ડોકટરો, શિક્ષકો, વેપારીઓ તેમજ અનેક મંડળીઓ, મંત્રીઓ અને વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા આ ઓનલાઈન એપમાં સલવાયા છે. વિપુલભાઈ અને તેમના મિત્રો પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે.

  ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોના યુવાનો, ડોક્ટરો, મંડળીઓના મંત્રીઓ, વેપારીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના પૈસા આ ઓનલાઈન એપમાં લાગેલા હતા. માત્ર ધાનેરા તાલુકામાં 14 કરોડથી વધુ પૈસા લોકોએ ગુમાવ્યા હોવાનું ચર્ચાઓ ચાલી રહી  છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આંકડો સો કરોડથી પણ વધુ હોવાની લોકોમાં  ચર્ચા છે. આ મામલે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ લોકો પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સ્ટેટસ મુકીને પૈસા ગુમાવ્યા હોવાનું સ્વીકારી  રહ્યા છે.  આ એપ બંધ થતાં સોશિયલ પ્લેટફોર્મ પર એપને લઈને અનેક મિમ્સ પણ જોવા મળી રહ્યા છે. આ એપ બંધ થતાં લોકો એપમાં કઈ રીતે સલવાયા તેને લઈને ધાનેરાના ભાવેશ જોશી નામના સિંગરે વીડિયો ગીત બનાવ્યું છે જે સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Banaskantha, Banaskantha News

  આગામી સમાચાર