દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારવા બાબતે 10 યુવકો સામે ફરિયાદ

News18 Gujarati
Updated: June 18, 2018, 12:20 PM IST
દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારવા બાબતે 10 યુવકો સામે ફરિયાદ
દરબાર યુવકોએ દલિત યુવકનો વરઘોડા અટકાવતા પોલીસ દોડી આવી હતી

  • Share this:
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી દલિતો સામે અત્યાચારના ઘણા બનાવો સામે આવ્યા છે. રવિવારે માણસા તાલુકાના પારસા ગામ ખાતે દલિત યુવકને વરઘોડો કાઢતા અટકાવવામાં આવ્યો હતો. આ મામલે 10 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.

શું હતો બનાવ?

રવિવારે મહેસાણાનો પ્રશાંત સોલંકી નામનો યુવક જાન જોડીને માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. ગામમાં આગમન બાદ વરરાજા પ્રશાંત ઘોડી પર સવાર થયો હતો અને ડીજેના તાલે પોતાની ભાવી પત્નીના ઘરે વરઘોડો કાઢીને નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક દરબાર જ્ઞાતિના યુવક આવી પહોંચ્યા હતા અને વરઘોડા કાઢવો નહીં તેમજ ડીજે વગાડવું નહીં તેવી ધમકી આપી હતી. યુવકોએ વરરાજાને ઘોડી પરથી પણ નીચે ઉતારી મૂક્યો હતો. યુવકોએ ધાક-ધમકી આપીને ધોડીના માલિકને પણ ભાગડી મૂક્યો હતો. આ અંગે યુવકના પરિવારના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ

'બોલ બાપુ બનીશ...?' જાતિવાદનો ભોગ બનવાનો વધુ એક વીડિયો વાયરલ
'બાપુ' શબ્દના લીધે ઢોર માર ખાનર યુવકે ન્યૂઝ18ને કહી તેની આપવીતિ

પોલીસ સુરક્ષા વચ્ચે સંપન્ન થયા લગ્ન

દલિત વરરાજાને અપમાનિત કરવામાં આવ્યાની ફરિયાદ મળતા જ જિલ્લા પોલીસને કાફડો ગામ ખાતે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સુરક્ષા વચ્ચે જ આખી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી.

દલિત યુવકે ઘોડા પર સવાર થઈને વરઘોડો કાઢ્યો હતો


જિગ્નેશ મેવાણી કરી ટ્વિટ

પારસા ગામ ખાતે દલિત વરરાજાના અપમાન અંગે ગુસ્સો ઠાલવતા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે DGPએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને આજે જ ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં પારસા ગામે દલિત સમાજનાં વરરાજાને ઘોડી પરથી ઉતારીને તેને અપમાનિત કરવામાં આવ્યો છે. નક્કી આ સરકારનું કોઇ ષડયંત્ર છે.
First published: June 18, 2018, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading