બનાસકાંઠા : પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 500 લોકોની ભીડ એકઠી થઈ

બનાસકાંઠા : પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 500 લોકોની ભીડ એકઠી થઈ

વડગામના ગિડાસણ ગામે મંદિરમાં મહાયજ્ઞ પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ નેતાઓ સભાઓ ભીડ એકઠી કરી તાયફાઓ કરી રહ્યા છે. વડગામ તાલુકાના ગીડાસણ ગામે પણ મંદિરના મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઇ હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.

    વડગામના ગીડાસણ ગામે આજે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનાના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના ગિડાસણ ગામે આજે શ્રી વહાણવટી સિકોતર માતાજી, શ્રી સધી માતાજી અને શ્રી ગોગા મહારાજ મંદિરે મહાયજ્ઞ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

    આ પણ વાંચો - સુરત : કોરોનાના કહેરમાં વરાછાના પરિવારે ગુમાવ્યા 3 સ્વજનો, અન્ય 4 સારવાર હેઠળ

    આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં યોજાયેલ સભામાં 500થી પણ વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. જેમાં મોટાભાગના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. એક તરફ સરકાર કોરોના મહામારી સામે જંગ લડી રહી છે ત્યારે બીજી તરફ નેતાઓ સભાઓ કરી તાયફાઓ કરી રહ્યા છે.

    રોડ પર માસ્ક વગર નીકળતા એકલદોકલ વ્યક્તિને ઉભા રાખી તંત્ર દ્વારા એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે બીજી તરફ નેતાઓ મોટી મોટી સભાઓ કરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે તેમ છતાં પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: