અરવલ્લી: જંગલોમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી મળી લાશ, બંનેની થઇ હતી સગાઈ

ફાઇલ તસવીર

આ ઘટના બાદ પંથકમાં ભારે તર્કવિતર્કની ચર્ચા થઇ રહ્યા છે.

 • Share this:
  અરવલ્લી: શામળાજી (Shamlaji, Arvalli) નજીક ધુળેટાના જંગલમાં યુવક યુવતીની ગળેફાંસો (fiance fiancee suicide) ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ છે. ધુળેટા ગામનો યુવક અને ઓડ ગામની યુવતીની ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો લટકતાં હતા. આ બંને યુગલની સગાઈ (engagement) થઇ ગઇ હતી. ઘટનાની જાણ શામળાજી પોલીસને થતાં તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ પંથકમાં ભારે તર્કવિતર્કની ચર્ચા થઇ રહ્યા છે. હાલ શામળાજી પોલીસ (Shamlaji Police) આ અંગે વધુ તપાસ કરી રહી છે. યુવક-યુવતીના મોતનું કારણ જાણવા ડોગ સ્કવોડઅને એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.

  બંનેની સગાઇ થઇ હતી

  આ અંગે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધુળેટા ગામના જંગલમાં ધુળેટાના સંજયભાઈ રસીકભાઇ પાંડોર અને તેની સાથે સગાઇ કરેલી ઓડ ગામની યુવતી સાનિયાબેન પોપટભાઈ ડામોરની ઝાડ સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશો મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાલ આ આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી.

  આ પણ વાંચો :ગુજરાતમાં 29% વરસાદની ઘટ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની નથી આગાહી

  એફએસએલની મદદ લેવાઇ

  શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશને ઉતારી પીએમ માટે ખસેડી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ શામળાજી પોલીસે મૃતક યુવતીના પિતા પોપટભાઈની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ પણ વાંચો: દહેજની SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો બ્લાસ્ટ, 1નું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત

  મોડાસામાં સગાઈ બાદ લગ્નની ના પાડતા આપઘાત કર્યો હતો

  મોડાસામાં થોડા સમય પહેલા એક યુવતીએ સગાઈનાં એક વર્ષ પછી યુવકે લગ્નની ના પાડી દેતા આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી.મોડાસાના લીંબોઈ ગામે રહેતી એક પરિવારની 20 વર્ષિય યુવતીની એક વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી.

  મંગેતરના અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી એક વર્ષ પછી મંગેતરે લગ્ન કરવાની ના પાડી હતી. આ બાબતે યુવતીને લાગી આવતાં તેણે આપઘાત કરી લીધો. યુવતીનો મંગેતર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જેની સામે યુવતીના પરિવારજનોએ દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published: