Home /News /gujarat /

ગુજરાત સહિત દેશમાં પ્રતિકૂળ વાતાવરણની અસરથી કપાસનું ઉત્પાદન ઘટ્યું, પાંચ લાખ ગાંસડીનો ઘટાડો

ગુજરાત સહિત દેશમાં પ્રતિકૂળ વાતાવરણની અસરથી કપાસનું ઉત્પાદન ઘટ્યું, પાંચ લાખ ગાંસડીનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

Gujarat news: ગુજરાતમાં 97.80 લાખ ગાંસડીના અંદાજ સામે હકીકતમાં 92 લાખ ગાંસડી ઉત્પાદન થયું હોવાના આંકડા જાહેર કરાયા

ગાંધીનગર : ભારતમાં (India) અને ગુજરાતમાં કોટનનું ઉત્પાદન (Cotton production in Gujarat) લક્ષ્યાંક કરતાં ઓછું થયું છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ (Cotton association of India) બહાર પાડેલા આંકડા પ્રમાણે દેશમાં કોટનનું ઉત્પાદન આ વર્ષે 12 લાખ ગાંસડી ઓછું થયું છે જ્યારે ગુજરાતમાં ગયા વર્ષના 97.50 લાખ ગાંસડીના ઉત્પાદન સામે 92 લાખ ગાંસડી થયું છે. જોકે રાજ્યના કૃષિ વિભાગના આંકડા હજી વધારે ઘટાડો જોઇ રહ્યાં છે.

પાકના અંદાજ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં 2019-20ના વર્ષમાં કોટનનું વિક્રમી 106.94 લાખ ગાંસડી ઉત્પાદન થયું હતું. કોટનની એક લાખ ગાંસડીમાં 170 કિલોગ્રામ કોટન આવે છે. નવેમ્બરમાં જે અંદાજ રાખવામાં આવ્યો હતો તેનાથી પાંચ લાખ ગાંસડી ઉત્પાદન ઓછું છે.

રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોટનનું ઉત્પાદન 91.50 લાખ ગાંસડી થયું હોવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં એસોસિયેશને સીઝનના કોટનના પાકમાં 360 લાખ ગાંસડીનો અંદાજ રાખ્યો હતો પરંતુ તે ઘટાડીને 348 લાખ ગાંસડી કર્યો છે. ગુજરાતની સ્થાનિક મંડીમાં 34 લાખ ગાંસડીનું આગમન થઇ ચૂક્યું છે.

આ પણ વાંચો - કોંગ્રેસમાં કાળાજાદુ અંગે તાંત્રિક હમીદાએ માંગી માંફી કહ્યું, 'ઓડિયોમાં મારો જ અવાજ, જમનાબેન સાથે વાત કરું છું'

ભારતમાં 2018-19ના વર્ષમાં 333.00 લાખ, 2019-20માં 365.00 લાખ અને 2020-21માં 353.84 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. દેશમાં 2021-22ના વર્ષમાં કોટનનું ઉત્પાદન 360.00 લાખ ગાંસડીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ તેમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો - ગુજરાત ATS દ્વારા આરોપીઓને સાથે રાખી કરાયું કિશન ભરવાડની હત્યાનું રિકન્સ્ટ્રક્શન

ગુજરાતની જેમ પંજાબ, ઓરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં પણ કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે સૌથી વધુ ઘટાડો એકમાત્ર ગુજરાતમાં નોંધાયો છે. કોટનનો વાવેતર વિસ્તાર 22.50 લાખ હેક્ટર છે જે અન્ય પાકોના વાવેતર વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: કપાસ, ખેતી, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन