Home /News /gujarat /

બનાસકાંઠામાં વધુ 32 BSF જવાનો આવ્યા કોરોના સંક્રમિત, કુલ સંખ્યા પહોંચી 52, વધવાની શક્યતા

બનાસકાંઠામાં વધુ 32 BSF જવાનો આવ્યા કોરોના સંક્રમિત, કુલ સંખ્યા પહોંચી 52, વધવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

  બનાસકાંઠા: રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસ (Coronavirus cases updates) સતત ઓછા નોંધાઇ રહ્યાં છે ત્યારે સોમવારે બનાસકાંઠાની (Banaskantha) સુઈગામ બોર્ડર પર નાગાલેન્ડથી (Nagaland BSF) આવેલ બી.એસ.એફ.ની ટીમની આરોગ્ય ચકાસણી દરમ્યાન 20 જવાનોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી હતી. હવે આજે બનાસકાંઠામાં BSF જવાનોમાં કોરોના સંક્રમણ વધતા આજે વધુ 32 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અત્યાર સુધી BSFના 52 જવાન કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આપને જણાવીએ કે, 3 જુલાઈના રોજ નાગાલેન્ડથી એક બટાલિયન આવી હતી. આ સંક્રમિત જવાનોને થરાદની સ્કૂલમાં ક્વોરન્ટાઈન કરાયા છે. જોકે, કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

  કેટલાક જવાનોની તબિયત સારી ન હતી

  સોમવારે બનાસકાંઠાની સુઈગામ સરહદ પર નાગાલેન્ડથી આવેલી બી.એસ.એફ.ની ટીમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક જવાનોની તબિયત સારી ન લાગતા કોરોનાનો ટેસ્ટ કરવનામાં આવ્યો હતો. જેમાં ગઇકાલે એટલે સોમવારે 20 જવાનો અને આજે વધુ 32 જવાનોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ નાગાલેન્ડથી આવેલા તમામ સૈનિકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

  વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

  ચાલી રહી છે જરૂરી ટ્રિટમેન્ટ

  આ અંગે બનાસકાંઠાનાં તંત્રએ જણાવ્યું કે, 'નાગાલેન્ડથી આવેલા બી.એસ.એફ. જવાનોની ટીમની પ્રાથમિક તપાસમાં શંકા જણાતા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં પોઝિટિવ આવતાં ટીમને કોરોન્ટાઈન કરવામાં આવી છે અને બાકીના સૈનિકના રિપોર્ટ આવવાના બાકી છે. જેમાં કેસ વધવાની સંભાવના છે. સૈનિકોને કોરોનાના કોઈ લક્ષણ જણાતા ન હતા. પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.'

  ખાનગી કર્મચારીઓ માટે ખુશખબર! 1 ઓક્ટોબરથી વધશે બેઝિક સેલેરી, જાણો નિયમો

  નોંધનીય છે કે, રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના નવા 24 કેસ નોંધાયા હતા. જેની સામે 74 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.72 ટકા છે. રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના ફક્ત 443 એક્ટિવ કેસ છે જ્યારે આ પૈકીના 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 8,13,998 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 10076 છે. રાજ્યમાં કોરોનાના કેસ તળિયે બેસી જતા રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Banaskantha, Corona case, Covid19 in gujarat, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन