Home /News /gujarat /સાવધાન: બનાસકાંઠામાં સાડા ત્રણ મહિના બાદ ફરી કોરોનાની દસ્તક, કિશોર થયો કોરોના પોઝિટિવ

સાવધાન: બનાસકાંઠામાં સાડા ત્રણ મહિના બાદ ફરી કોરોનાની દસ્તક, કિશોર થયો કોરોના પોઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

જિલ્લામાં સાડા ત્રણ મહિના બાદ નવો કોરોના પોઝિટિવ (Coronavirus) કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સાડા ત્રણ મહિના બાદ નવો કોરોના પોઝિટિવ (Coronavirus) કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. થરાદના (Tharad) ખોરડા ગામે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ શરૂ કર્યા છે.

    આરોગ્ય વિભાગ હરકતમાં

    બનાસકાંઠા જિલ્લામાં 5 ઓગસ્ટ પછી એક પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો ન હતો. પરંતુ બે દિવસ અગાઉ શંકાસ્પદ એન્ટીજન ટેસ્ટ કરતા તાવ, શરદી-ખાંસી જેવા લક્ષણો ન હોવા છતાં પણ 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.  થરાદના ખોરડા ગામેથી 25 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક 11 વર્ષિય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

    કિશોર છેલ્લા બે સપ્તાહમાં ક્યાંય બહાર ગયો ન હતો

    આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ કિશોરને શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો જણાયા ન હતા છતાં પણ રૂટિન ટેસ્ટ કરતાં તેમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગે તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ચકાસી હતી તેમાં પણ છેલ્લા 14 દિવસ દરમિયાન તેને બહાર નો કોઈ જ પ્રવાસ કર્યો હતો. જેથી આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાડા ત્રણ મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ શાંતિનો અનુભવ કરી રહ્યું હતું પરંતુ હવે ફરી એકવાર કોરોનાએ જિલ્લામાં પગપેસારો કરતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે અને લોકોને પણ જાહેરમાં માસ્ક પહેરીને ફરવા માટે સૂચના આપી હતી.



    નવસારીમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કોરોના પોઝિટિવ

    આ ઉપરાંત નવસારી જિલ્લામાં શનિવારે એક જ દિવસે કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. નોંધનીય બાબત એ છે કે, પોઝિટિવ તમામે રસીના બન્ને ડોઝ લીધેલા હતા. દિવાળી બાદના શુક્રવાર સુધીના 5 દિવસ દરમિયાન જિલ્લામાં માત્ર 2 જ કેસ નોંધાયા હતા. જોકે શનિવારે એક જ દિવસે 4 પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. જે કેસ સરકારી ચોપડે નોંધાયા તેમાં વાંસદા તાલુકાના 3 કેસ છે, જેમાં રંગપુર ગામનો 21 વર્ષીય અને 34 વર્ષીય પુરુષ ઉપરાંત વાસકુઈ ગામનો 32 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Banaskantha, Ccoronavirus, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन