ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં હોબાળો, અલ્પેશ મામલે બે જૂથમાં વિવાદ

હાલમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી ત્યારે સમાજના આગેવાનીને લઇને વિવાદ વકર્યો

પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી, જો કે આ શિબિરમાં ઠકોર સેના અને ઠાકોર સમાજ વચ્ચે વિવાદ

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

  ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજની ચિંતન શિબિર યોજાઇ રહી છે, સમાજના આગેવાનો પોતપોતાનું જોર બતાવી રહ્યાં છે, તો કેટલાક સમાજમાં આંતરિક મતભેદો પણ સામે આવી રહ્યાં છે, આવો જ મતભેદ ઠાકોર સમાજમાં સામે આવ્યો છે. પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં અલ્પેશ ઠાકોર મામલે હોબાળો મચ્યો હતો.

  પ્રાપ્ત વિગત પ્રમાણે પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી, જો કે આ શિબિરમાં કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, વિરોધ કરનારા ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડાઇ શકે નહીં, તેઓનો આડકતરી રીતે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.

  અહીં ક્લિક કરી વાંચોઃ 10 હજાર રૂપિયાથી પણ ઓછામાં મળશે બ્રાન્ડેડ smart LED TV,આજે અંતિમ તક

  હાલમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી ત્યારે સમાજના આગેવાનીને લઇને વિવાદ વકર્યો છે, પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં સ્થાનિક નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનોએ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ઠાકોર સમાજ અને ઠાકોર સેના વચ્ચે હોબાળો મચ્યો હતો.
  Published by:Sanjay Vaghela
  First published: