થરાદ : ત્રણવાર ચૂંટણી હારનાર કોંગ્રેસનાં માવજી પટેલ BJPમાં જોડાઇ શકે છે

News18 Gujarati
Updated: October 17, 2019, 10:49 AM IST
થરાદ : ત્રણવાર ચૂંટણી હારનાર કોંગ્રેસનાં માવજી પટેલ BJPમાં જોડાઇ શકે છે
માવજી પટેલની ફાઇલ તસવીર

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે (Congress) થરાદથી (Tharad) ટિકિટનાં આપતા માવજી પટેલ (Mavaji Patel) આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં (CM Vijay Rupani) હાથે ભાજપનો (BJP) ખેસ પહેરે તેવી પુરેપુરી શક્યાતાઓ દેખાઇ રહી છે.

મહત્વનું છે કે 2017માં પણ કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેઓ હારી ગયા હતાં. જોકે, ચૂંટણી પુરી થતાં જ તેઓ કોંગ્રેસ સાથે ભરી ભળી ગયા હતાં. તેમને આ વખતે પણ કોંગ્રેસ પાસેથી ટિકિટની લાલશા હતી જે પણ ફોગ ગઇ છે. ત્યારે તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરવાનું નક્કી કર્યું છે. તેઓ આજે પોતાના સમાજ અને સમર્થકો સાથે એક બેઠક કરવાનાં છે જેમાં તેઓ આ અંગે નિર્ણય કરશે.

જુઓ : હવે હું મંત્રી બનવાનો છું, બાદમાં રજૂઆતો નહીં, ઑર્ડર હશે: અલ્પેશ ઠાકોર

માવજી પટેલ ત્રણવાર ચૂંટણી હાર્યા છે

માવજીભાઈ પટેલના મારવાડી પટેલો સમાજનાં 21હજાર વોટ થરાદની ચૂંટણી માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. વર્ષ 2017માં કોંગ્રેસે માવજીભાઈ પટેલને ટિકિટ ન આપતા તેવો અપક્ષ ચૂંટણી લડ્યા હતાં. વર્ષ 2017માં અપક્ષ ચૂંટણી લડી માવજીભાઈ પટેલે 42,982 વોટ મેળવ્યાં હતાં. માવજીભાઈ પટેલ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતાં. ત્યાર બાદ એક વાર કોંગ્રેસ અને બે વાર અપક્ષ માંથી હાર્યા છે. મળતી માહીતી પ્રમાણે તેમની તરફ કોંગ્રેસ ધ્યાન આપતી ન હોવાને કારણે હવે ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું છે.

આ પણ વાંચો : પેટા ચૂંટણીઃ ભાજપ શક્તિ પ્રદર્શન માટે તૈયાર, જાણો કયા નેતા ક્યાં રહેશે હાજર?થરાદમાં કોણ કોણ છે આમને સામને

થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,09,183 મતદાતાઓ છે. જેમાં 1,15,684 પુરુષ અને 1,02,119 સ્ત્રી મતદાતાઓ છે. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીવરાજ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેવો થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છે. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. જે પ્રદેશમાં યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને થરાદના ભૂતપૂર્વ ધારસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તો એનસીપીએ પુંજાભાઈ દેસાઈને મેદાને ઉતર્યા છે. તો આ સિવાય અન્ય 4 અપક્ષ ઉમેદવારે થરાદમાં ઉમેદવારી નોંધાવતા 7 ઉમેદવારો મેદાનમાં છે.
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर