Home /News /gujarat /ગાંધીનગર રે. સ્ટેશન પરની હોટેલમાં પરમિટ લિકર શોપ અંગે પરેશ ધાનાણીનો કટાક્ષ, 'જનતાને દારૂની નહિ દવાની જરૂર'

ગાંધીનગર રે. સ્ટેશન પરની હોટેલમાં પરમિટ લિકર શોપ અંગે પરેશ ધાનાણીનો કટાક્ષ, 'જનતાને દારૂની નહિ દવાની જરૂર'

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે. રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરે.

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે. રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરે.

ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station ) પર રાજ્ય સરકારની માલિકીની હોટેલમાં દારૂની પરમિશન (Permit liquor shop) અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વિકાસના સપના દેખાડનાર સરકાર યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા છુપાવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. આ સ્થિતિમાં લોકો દવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરે છે. જ્યારે સરકાર દારૂની પરમિશન આપી રહી છે. સરકારની લીલા ભવિષ્યમાં દારૂની દુકાન બનશે.

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે. રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરે. સરકાર સંચાલિત હોટેલમાં દારૂની પેરવી થઈ રહી છે. જોકે, ગુજરાતને દારૂની નહીં પરંતુ દવાની જરૂર છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટ કરી લખ્યું હતુ કે ગુજરાતમાં આજે  "દવા આપો, દારૂ નહી" સીએમ રૂપાણી સંબોધન કરતા કહ્યું હતુ કે, સાહેબ, અમને 'દવા' જીવાડશે કે 'દારૂ'.? ,  ગાંધી અને સરદારના ગુજરાતને "દારૂ" મળે એવી "હોટલ" નહી.,  “દવા" મળે એવી "હોસ્પિટલ"ની જરૂર છે..!



GSEB HSC Result 2021: 12 સાયન્સનું 100% પરિણામ, સૌથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ

મહત્વપૂર્ણ છે કે, ગાંધીનગર સ્થિતિ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરી ત્યાં વર્લ્ડ કલાસ ફાઇવ સ્ટાર હોટલ સાથે રેલવે સ્ટેશન ઉભુ કરાયું છે . સરકાર દ્વારા જ આ હોટલ તૈયાર કરી અન્ય ખાનગી એજન્સી લીલા ગૃપને હોટલ સંચાલન અપાયુ છે. અહીં બહાર વિદેશથી આવતા મહેમાનોની સરભરા માટે આગામી સમયમાં હોટલમાં પરમિટ લિકર શોપ પણ ઉભી કરશે . આ સાથે ગુજરાત સરકારની માલિકીની એવી હોટેલ કે ગેસ્ટ હાઉસ આ પહેલી હોટલ હશે જેની લિકર શોપ હશે . આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સરકાર પર નિશાન તાકવાનું ભુલ્યા ન હતા . અને કોરોના મહામારીમાં પહેલા દવા આપો તેમ કહી પ્રહાર કર્યા હતા.

'મરવા જાઊં છું, હું એ રીતે મરીશ કે તમને મળીશ પણ નહીં': અમદાવાદ ASIનાં પુત્રી અચાનક થયા ગુમ 

કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અનેક લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે, વેપાર-ધંધા પડી ભાગ્યા છે, પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબેલા છે. લોકો અત્યારે જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે પ્રજાના પૈસે ગાંધીનગર રેલવે સ્ટેશનોની જમીન ઉપર વૈભવી હોટલો બનાવી તાયફા કરવામાં આવી રહ્યા છે તે દુઃખદ બાબત છે. ભાજપ સરકારનું આ પ્રકારનું વર્તન જનતાના જખ્મો ઉપર મીઠુ ભભરાવવા સમાન છે.



મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે  કેન્દ્ર અને રાજ્ય સરકારને વિનંતી છે કે, આવા 7 સ્ટાર હોટલો પાછળના ખર્ચા બંધ કરે. એની જગ્યાએ બચેલા નાણાં..

- યુવાનો માટે રોજગારીના સર્જનમાં વાપરે.
- જે લોકો દેવાદાર થયા છે તેમને રાહત આપે.
- પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડે
- વિદ્યાર્થીઓને ફી માં રાહત આપે
- દરેક વ્યક્તિને નિઃશુક્લ હોસ્પિટલ સારવાર મળે તે માટે કરે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Congres, Paresh dhanani, ગાંધીનગર, ગુજરાત