કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની માંગ- કોરોના સંક્રમણ અટકાવવા પેટાચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે


Updated: July 24, 2020, 4:18 PM IST
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની માંગ- કોરોના સંક્રમણ અટકાવવા પેટાચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની માંગ- કોરોના સંક્રમણ અટકાવવા પેટાચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્ય ચૂંટણી ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો, કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે

  • Share this:
ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્ય ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પેટા ચૂંટણીમાં કોરોના સંક્રમણ અટકાવવા મતદાન બેલેટથી કરવા મામલે પત્ર લખ્યો છે.

શૈલેષ પરમારે પોતાના આ પત્રમાં જણાવ્યું છે કે, રાજય અને દેશમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. એકબીજા વ્યક્તિઓનો સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે એટલે સંક્રમણ અટકાવવા માટે ભારત સરકાર દ્વારા લૉકડાઉન પણ લાંબા સમય માટે કરવામાં આવેલ. ત્યારબાદ નાગરિકો એકબીજાના વધુ સંપર્કમાં ન આવે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફે લાય તે માટે ચોક્કસ અંતર, જાળવવી, માસ્ક પહેરવા વગેરે બાબતો અંગે સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આવી માર્ગદર્શિકાનો ભંગ કરનાર સામે કાનુની પગલા પણ ભરવામાં આવે છે.

આ પણ વાંચો - IPL 2020: ક્યાં અને ક્યારથી થશે શરૂઆત, ક્યારે રમાશે ફાઇનલ, કેટલા વાગે શરૂ થશે મેચ, જાણો

પત્રમાં કહ્યું હતું કે દરેક બેઠકવાર આશરે બે લાખ જેટલા મતદારો હોય છે અને બુથમાં આશરે 1000 જેટલા મતદારો હોય છે એટલે એક EVM મશીનમાં આશરે 1000 વ્યક્તિઓ હાથથી ટચ કરે. કોરોના મહામારીના સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી EVMથી યોજવામાં આવે તો ઉમેદવારને મત આપવા માટે EVMમાં એક જ બટન પર હજારો વ્યક્તિના હાથ-ફિંગર ટચ થાય છે. તેમાં કોઈ કોરોના સંકમિત વ્યકિત વોટ કરીને જાય ત્યારબાદ તે બટન ટચ કરનાર તમામ વ્યક્તિઓને કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહે છે.

આવા પોઝિટિવ વ્યક્તિને કોરોનાના સીધા કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી સીધી રીતે ખબર ન પડે કે તે વ્યક્તિને કોરોના છે કે કેમ? પરંતુ તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓ કોરોનાની ચોક્કસ સંક્રમિત થઈ શકે અને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આથી, મતદાન કરવાથી કોઈ વ્યકિત કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
Published by: Ashish Goyal
First published: July 24, 2020, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading