Home /News /gujarat /

કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

ગેનીબેન ઠાકોર (ફાઇલ તસવીર)

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાણા નાણાં માટે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો

    આનંદ જયશ્વાલ, બનાસકાંઠા: લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાષણ દરમિયન રાજકીય નેતાઓ અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરતાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ કાણા નાણાં માટે આવા જ અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો.

    ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે અગાઉ કહ્યું હતું કે જો ભાજપની સરકાર આવશે તો વિદેશમાં જે કોંગ્રેસી નેતાઓનું કાળું નાણું પડ્યું છે તે પાછું લાવીશું. તો ભાજપ કેમ કોંગ્રેસના નેતાઓનું કાળું નાણું પાછું ન લાવી. આ સાથે જ તેમણે અશોભનીય શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો. નોંધનીય છે કે, અગાઉ અનેક વાર ગેનીબેન ઠાકોર વિવાદીત બફાટ કરી ચૂક્યાં છે.

    આ પણ વાંચો: પાટણ: ભાજપની સભામાં ખાલી ખુરશીઓ ભરવા બાળકોનો કરાયો ઉપયોગ

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયાએ પણ આવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષના નેતાઓ ભાન ભૂલી રહ્યાં છે અને વિવાદીત બફાટ કરતાં જોવા મળી રહ્યાં છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress MLA, Controversial statement, Deesa, Geniben thakor, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019

    આગામી સમાચાર