Home /News /gujarat /

કોંગ્રેસને મોટો ઝટકો, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આપ્યુ રાજીનામું, બે હજારથી વધારે ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે

કોંગ્રેસને મોટો ઝટકો, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આપ્યુ રાજીનામું, બે હજારથી વધારે ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું

Gujarat Politics: 'નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે અને આદિવાસી સમાજનો વિકાસ થઇ રહ્યો છે. યોજનાઓનો લાભ છેવાડાના આદિવાસી સમાજને મળી રહ્યો છે.'

    સાબરકાંઠા: રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલટો વધી રહ્યો છે. ચૂંટણીના રાજકીય (Gujarat Politics) લેખાજોખા જોતા હવે નારાજ નેતાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ( MLA Ashwin Kotwal) આજે વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. તેઓ આજે ભાજપમાં જોડાવવાના છે.

    'હજારથી વધારે ટેકેદારો સાથે ભાજપમાં જોડાઇશ '

    અશ્વિન કોટવાલે ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે અને આદિવાસી સમાજનો વિકાસ થઇ રહ્યો છે. યોજનાઓનો લાભ છેવાડાના આદિવાસી સમાજને મળી રહ્યો છે. જેથી આ કામ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યો છું.

    'હજી તો આ ટ્રેલર છે'

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આજે હજી આ ટ્રેલર છે પિક્ચર અભી બાકી છે. આજે હું મારા બે હજારથી વધારે ટેકેદારો સાથે જઇને બીજેપીમાં જાડાઇશ.આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે. જેનો સમય આવ્યે બધા સુલઝાવવા અંગેની રજૂઆત કરવામાં આવશે.

    આ પણ વાંચો - ભારતી આશ્રમના સાધુ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ રહસ્યમય સંજોગોમાં ગુમ, ગુમ થતા પહેલાનો વીડિયો વાયરલ

    અશ્વિન કોટવાલનું આદિવાસી સમાજ પર સારું પ્રભુત્વ

    નોંધનીય છે કે, ખેડબ્રહ્મા સીટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસ 3 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભુત્વ મેળવી રહી છે. જોકે, એવામાં કોંગ્રેસના જ ધારાસભ્યના ભાજપમાં જવાથી આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે. જ્યારે ભાજપ આ વિસ્તારમાં પણ પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવી શકે છે.

    ડો. અનિલ જોશીયારાના પુત્ર પણ ભાજપમાં જોડાશે

    ભીલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાવવાના છે. ડો. અનિલ જોશીયારા કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. તેમની સારવાર દરમિયાન રાજ્ય સરકારે તેમનો ખર્ચ ઉપાડ્યો હતો. તેમને પહેલા અમદાવાદ અને બાદમાં ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Election 2022, Gujarat Politics, આદિવાસી, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022

    આગામી સમાચાર