હું રાત્રે 12 વાગે એકલો ફરુ છુ જેને મારવો હોય તે આવી જાયઃ અલ્પેશ ઠાકોરનો લલકાર

News18 Gujarati
Updated: October 20, 2018, 5:54 PM IST
હું રાત્રે 12 વાગે એકલો ફરુ છુ જેને મારવો હોય તે આવી જાયઃ અલ્પેશ ઠાકોરનો લલકાર
ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર

પોતાને મારવાના સપના જોનારાઓને તેમણે કહ્યું હતું કે, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય. ગરીબો માટે લડતા મરું તો એક બે અને ત્રણ.

  • Share this:
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડીસના માણેકપુરા ગામમાં ગરબા કાર્યક્રમાં લલકાર  કર્યો હતો.  અલ્પેશ ઠાકોરે પોતાની જાતને સિંહ સાથે સરખાવ્યા હતા. પોતાને મારવાના સપના જોનારાઓને તેમણે કહ્યું હતું કે, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય. ગરીબો માટે લડતા મરું તો એક બે અને ત્રણ. ડીસના માણેકપુરા ગામમાં ગરબાના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અને ત્યારે ગામલોકોને સંબોધતા તેમણએ પોતાને સિંહ સાથે સરખાવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આપણે રોજગારની વાટ પકડવી પડશે. આપણે રોજગાર માટે દેશ દુનિયામાં જવું પડશે. તમે મને એટલું મોટું ના આપ્યું છે કે, અમેરિકામાં પણ ઠાકોર સેના સારું કામ કરતા હોવાના વખાણ થઇ રહ્યા છે. દેશના ખૂણે ખૂણે લોકો કહે છે કે, ભલે આ લોકો કંઇ પણ બોલે પરંતુ અલ્પેશ ઠાકોર અને તેની ઠાકરો સેના ગરીબોને ક્યારેય હેરાન નહીં કરે. ગરીબોની રક્ષા કરવા માટે અલ્પેશ ઠાકોર અને તેની સેવા હંમેશા તૈયાર રહે છે. લોકો ભલે તેને બદનામ કરવાનો પ્રયત્ન કરે પરંતુ આ લોકો ખબાર છે સારા લોકો તો અલ્પેશ ઠાકરોની સેનામાં છે. "

અલ્પેશ ઠાકોરે મહિલાઓ અંગે જણાવ્યું હતું કે બે લાખ કરતા વધારે ઠાકોર મહિલાઓનું રજીસ્ટ્રેશન ચાલુ કરી દો. અત્યારેથી ઠાકરો યુવકોના શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિ અંગે કામ કરવાનું શરુ કરી દો. યુવકોને અત્યારથી જ તૈયાર કરો જ્યારે મા ભોમ માટે લડવાનો સમય આવે ત્યારે યુવકો આગળ આવે અને ત્યારે ગમે તેવી આસુરી શક્તિઓ ક્યારેય આડે નહીં આવે.

તમે જ અલ્પેશ ઠાકોરને બનાવ્યા છે. તમે જ લોકો છો જેણે અલ્પેશ ઠાકોરને બનાવ્યો છે. એટલે અલ્પેશ ઠાકોર ઉપર પણ અધિકાર પણ તમારો જ છે. અલ્પેશ ઠાકોરનું જીવન તમને જ સમર્પિત છે.
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading